નવી દિલ્હી : ઉથલ પાથલના સમયમાંથી પસાર થઇ રહેલા દેશના ફાઇનાન્સ સેક્ટર માટે વધારે એક માઠા સમાચાર છે. દેશની મોટી ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર ફાઇનાન્સિંગ અને કન્સ્ટ્રક્શન કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ એન્ડ લીજિંગ સર્વિસિઝ (IL&FS)એ સમગ્ર નોન બૈંકિંગ સેક્ટરમાં ભૂકંપ લાવી દીધો જ્યારે તે ગત્ત થોડા અઠવાડીયાઓમાં દેવું ચુકવવામાં અસફળ રહી. હવે ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ અને એક્સપર્ટ્સનું કહેવું છે કે રેગ્યુલેટર 1500 નાની- નાની બૈંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓના લાઇસન્સ કેન્સલ કરી શકે છે કારણ કે તેની પાસે પુરતી મુડી નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ હવે નોન બૈંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓના નવા આવેદનને મંજુરીમાં પણ મુશ્કેલી આવશે. રિઝર્વ બૈંક ઓફ ઇન્ડિયા (RBI) નોન બૈંકિંગ  ફાઇનાન્શિયલ કંપનીઓના માટે નિયમ કડક કરી રહ્યા છે. તેમાં આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત શુક્રવારે એક મોટા ફંડ મેનેજરે હોમ લોન આપતી દીવાન હાઉસિંગ ફાઇનાન્સને શોર્ટ ટર્મ બોન્ડ્સ મોટા ડિસ્કાઉન્ટ પર વેચી દીધા. તેમાં રોકડની સમસ્યા વધારે ઘેરી થવાનો ડર પેદા થયો. આરબીઆઇના પૂર્વ ડેપ્યુટી ગવર્નર અને હવે બંધન બેંકના નોન એક્જિક્યુટિવ ચેરમેન હારુન રાશિદ ખાને કહ્યું કે, જે પ્રકારે વસ્તુઓ પરથી પડદો ઉઠી રહ્યો છે, તે નિશ્ચિત રીતે ચિંતાનું કારણ છે અને આ સેક્ટરની કંપનીઓની સંખ્યા ઘટી શકે છે. કાને આગળ કહ્યું કે, આખરે વાત એ છે કે પોતાનાં એસેટ- લાયેબિલિટી મિસમેચ (રોકડ અને દેવામાં મોટુ અંતર) પર ધ્યાન આપવું પડશે. તેમણે તેમ પણ કહ્યું કે, મારી વાત તે સંદર્ભમાં છે કે કેટલીક કંપનીઓએ લોન નાના સમય માટે લીધી છે જ્યારે તેમને નાણાની જરૂરિયાત લાંબા સમય માટે છે. 

જેના કારણે હવે સમગ્ર ઘ્યાન ગામ અને નાના શહેરોમાં લોન આપનારી હજારો નાની નાની કંપનીઓ પર જતુ રહ્યું છે. હાલ 11 હજાર 400 નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ સંદેહના વર્તુળમાં છે જેનું કુલ બેલેન્સ શીટ 22.1 લાખ કરોડ રૂપિયા છે. તેના પર બૈંકોની તુલનાએ ઘણુ ઓછુ કાયદેસરનું નિયંત્રણ છે. આ કંપનીઓમાં સતત નવા રોકાણકારો મળી રહ્યા છે. નોન-બૈંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓની લોન બુક્સ બૈંકોની તુલનાએ બમણી ઝડપથી વધી છે અને તેમાં મોટી મોટી કંપનીઓ જેવી કે IL&FSને ટોપ ક્રેડિટ રેટિંગ્સ પણ મળતા રહ્યા. હવે આ ક્રેડિટ રેટિંગ્સ પણ સવાલોનાં ઘેરામાં છે.