નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભારતીય અર્થવ્યવસ્થામાં વધારાના અનુમાનને ખુબ ઘટાડી દીધું છે. આઈએમએફે કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20માં ભારતનો અનુમાનિત જીડીપી વિકાસ દર માત્ર 4.8 ટકા રહેશે. આઈએમએફે કહ્યું કે, ભારત અને તેના જેવા અન્ય વિકાસશિલ દેશોમાં મંદીને કારણે વિશ્વના વિકાસ અનુમાનને તેણે ઘટાડવું પડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ આઈએમએફે તે આશા વ્યક્ત કરી છે કે અમેરિકા-ચીન વચ્ચે વ્યાપારિક ડીલથી વિશ્વની મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં સુધાર થશે. આઈએમએફે તે પણ કહ્યું કે, વર્ષ 2020 સુધી ભારતની અર્થવ્યવસ્થામાં વધારો 5.8 ટકા અને આગળ 2021માં સુધરીને 6.5 ટકા રહી શકે છે. 


આઈએમએફે વર્ષ 2019માં વિશ્વની અર્થવ્યવસ્થામાં 2.9 ટકા અને 2020માં 3.3 ટકાના વધારાનું અનુમાન જારી કર્યું હતું. આઈએમએફ અનુસાર વર્ષ 2021માં વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ વધુ વધશે અને તેમાં વધારો 3.4 ટકા થઈ શકે છે. 


આઈએમએફે દાવોસમાં ચાલી રહેલા વિશ્વ આર્થિક મંચની બેઠક દરમિયાન આ અનુમાન જારી કર્યું છે. આ પહેલા આઈએમએફે ચાલૂ નાણાકીય વર્ષમાં 6.1 ટકાના વધારાનું અનુમાન જારી કર્યું હતું. આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના ગેર બેન્કિંગ નાણાકીય સેક્ટરમાં મુશ્કેલીના કારણે ઘરેલૂ માગમાં ઝડપથી ઘટી છે અને લોનની ગતી મંદ છે. 


ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે હાલમાં તે ચેતવણી આપી હતી કે આઈએમએફ જાન્યુઆરીમાં ભારતની વૃદ્ધિને પોતાના અનુમાનમાં ઉલ્લેખનીય ઘટાડો કરી શકે છે. એક કાર્યક્રમમાં ગોપીનાથે કહ્યું, 'અમે આંકડામાં સંશોધન કરતા જાન્યુઆરીમાં નવા આંકડા જાહેર કરીશું.' તેમાં ભારતના મામલામાં ઉલ્લેખનીય રૂપથી ઘટાડો આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બિઝનેસના સમાચાર જોવા માટે કરો ક્લિક...