Good News: IMF નું અનુમાન, 2021માં ભારતનો વિકાસદર 11.5% રહેશે
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2021માં ખુબ ઝડપથી રિકવર થવાની આશા છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ પોતાના તાજા વર્લ્ડ ઇકોનોમિક આઉટકુલ રિપોર્ટમાં આ દર્શાવ્યું છે.
નલી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2021માં ખુબ ઝડપથી રિકવર થવાની આશા છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ પોતાના તાજા વર્લ્ડ ઇકોનોમિક આઉટકુલ રિપોર્ટમાં આ દર્શાવ્યું છે. આઈએમએફે વર્ષ 2021 માટે ભારતની અર્થવ્યવસ્થા 11.5 ટકાના દરે વિકાસ કરશે તેવી આશા વ્યક્ત કરી છે. આ પહેલા આઈએમએફે પોતાના ઓક્ટોબરમાં જારી રિપોર્ટમાં વર્ષ 2021 માટે 8.8 ટકા ગ્રોથ રેટનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
તો આઈએમએફે (IMF) વર્ષ 2020 માટે ભારતનો જીડીપી ગ્રોથ (-)8 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ પહેલા આઈએમએફે વર્ષ 2020 માટે જીડીપી ગ્રોથ રેટ (-) 10.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. સાથે આઈએમએફે વર્ષ 2022 માટે ભારતની દીડીપીમાં 6.8 ટકા ગ્રોથ રહેવાની આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ PM Kisan: 1.6 કરોડ ખેડૂતોને મળશે 7 માં હપ્તાના પૈસા, આ રીતે ચેક કરો લિસ્ટ
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે રિપોર્ટમાં જણાવ્યું કે, તેમણે વર્ષ 2021 માટે વૈશ્વિક ગ્રોથ 5.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. સાથે આઈએમએફે કહ્યું કે, આ વાયરસ અને વેક્સિનના આઉટકમ પર નિર્ભર કરશે.
આઈએમએફે 2021 માટે જે અર્થવ્યવસ્થાઓમાં ગ્રોથનું અનુમાન જારી કર્યું છે, તેમાં સૌથી વધુ ગ્રોથ અનુમાન ભારતીય અર્થવ્યવસ્થા માટે છે. વર્ષ 2021માં આઈએમએફે યૂએસ માટે 5.1, જાપાન માટે 3.1, યૂકે માટે 4.5, ચીન માટે 8.1, રશિયા માટે 3.0 અને સાઉદી અરબ માટે 2.6 ટકા જીડીપી ગ્રોથ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube