વોશિંગટનઃ આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF) એ મંગળવારે 2021માં ભારતની આર્થિક વૃદ્ધિ દર ઝડપથી વધી 12.5 ટકા પર પહોંચવાનું અનુમાન લગાવ્યું છે. આ વૃદ્ધિ ચીનના મુકાબલે પણ વધુ હશે. પરંતુ ચીન એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા રહી છે, જેનો વૃદ્ધિ દર 2020માં મહામારી દરમિયાન પણ સકારાત્મક રહ્યો છે. આઈએમએફે પોતાના વાર્ષિક વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં કહ્યું કે, 2022માં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર 6.9 ટકા આસપાસ આવી જશે. મુદ્રાકોષે વિશ્વબેન્કની સાથે થનારી વાર્ષિક બેઠક પહેલા આ રિપોર્ટ જાહેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુદ્રાકોષે કહ્યું કે, 2020માં ભારતીય અર્થવ્યવસ્થામાં રેકોર્ડ 8 ટકાનો ઘટાડો થયો. પરંતુ આ વખતે વૃદ્ધિ દર 12.5 ટકા રહેવાનું અનુમાન છે જે ખુબ સારૂ છે. તો ચીનનો વૃદ્ધિ દર 2021માં 8.6 ટકા હતો અને 2022માં 5.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ચીનનો પાછલા વર્ષે વૃદ્ધિ દર 2.3 ટકા રહ્યો અને તે કોવિડ-19 મહામારી દરમિયાન પણ સકારાત્મક આર્થિક વૃદ્ધિ દર હાસિલ કરનાર વિશ્વનો એકમાત્ર મોટો દેશ રહ્યો છે. 


આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યુ, અમે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પૂર્વના અનુમાનના મુકાબલે મજબૂત પુનરૂદ્ધારની આશા કરી રહ્યાં છીએ. વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 2021માં 6 ટકા અને 2022માં 4.4 ટકા રહેવાનું અનુમાન છે. પાછલા વર્ષે એટલે કે 2020માં વિશ્વ અર્થવ્યવસ્થામાં 3.3 ટકાનો ઘટાડો આવ્યો હતો. 


આ પણ વાંચોઃ UPI પેમેન્ટ થઈ જશે ફેલ! બેન્ક દરરોજ ચૂકવશે 100 રૂપિયા વળતર, અહીં કરવી પડશે ફરિયાદ


તેમણે રિપોર્ટની ભૂમિકામાં લખ્યું છે, પરંતુ જે પરિદ્રશ્ય છે, તેમાં પુનરૂદ્ધારને લઈને વિભિન્ન દેશો અને દેશોની અંદર જે ગતિ છે, તે અલગ-અલગ છે. સાથે સંકટને કારણે આર્થિક નુકસાનને લઈને જોખમ હજુ યથાવત છે. તેથી અમારી સામે મોટો પડકાર છે. 


રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 3.3 ટકાનો ઘટાડો ઓક્ટોબર 2020માં જારી વિશ્વ આર્થિક પરિદ્રશ્યના અનુમાનની તુલનામાં 1.1 ટકા પોઈન્ટ ઓછા છે. તે જણાવે છે કે વર્ષના બીજા છ મહિનામાં મોટાભાગના ક્ષેત્રોમાં લોડકાઉનમાં ઢીલ બાદ વૃદ્ધિદર અનુમાનથી સારૂ રહ્યું છે. સાથે તેનાથી તે જાણવા મળે છે કે અર્થવ્યવસ્થાએ કામકાજના નવા ચલણનો સ્વીકાર કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube