વોશિંગટન: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ કહ્યું કે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)અને સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવીની સ્થિતીના સમાચારો વચ્ચે હાલની સ્થિતિ પર સતત નજર રાખી રાહ્યું છે. તેમણે કહ્યું કે કોઇ પણ દેશની કેન્દ્રીય બેંકની સ્વતંત્રતા પર દખલગીરી કરવી અયોગ્ય ગણવામાં આવે છે. એવા માહિતી મળી છે, કે રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઇ મુદ્દા પર મતભેદ ચાલી રહ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી અરૂણ જેટલીએ કરી હતી ટીકા
નાણામંત્રી અરૂણ ડેટલીએ થોડા દિવસ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ટીકા કરી હતી અને 2008થી 2014 દરમિયાન દેવા વિતરણ પર રોક નહિં લગાવીને આરબીઆઇના હાલના એનપીએ સંકટ માટે જવાબદાર ઠેરવ્યા હતા. આઇએમએફના નિર્દેશક ગૈરી રાઇસને આ વિવાદ અંગે પૂછતા તેમણે કહ્યું કે અમે આ અંગે ઉભી થયેલી સ્થિતી પર નજર રાખી રહ્યા છીએ. અને આગળ પણ રાખતા રહીશું. 


કેન્દ્ગીય બેંકની સ્વતંત્રતા પર દખલ ન થવી જોઇએ. 
તેમણે કહ્યું, ‘મે પહેલા પણ કહ્યુ છે, કે અમે જવાબદારીઓનું સમર્થન કરીએ છીએ. અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એ બાબત શ્રેષ્ઠ છે, કે કેન્દ્રીય બેંકોની સ્વતંત્રતામાં કોઇ પણ પ્રકારની દખલગીરી કરવી જોઇએ નહિ.  અને સાથે જ તેની કાર્યપદ્ધતિમાં સરકારે અથવા ઉદ્યોગ જગતે હસ્તક્ષેપ ન કરવો જોઇએ.


વધુ વાંચો...શેર બજારમાં દેખાઇ દિવાળી, સેન્સેક્સ નિફ્ટી આસમાને


રાઇસે કહ્યુ કે આ સાચી વાત છે, કે મોટા ભાગના દેશોમાં કેન્દ્રિય બેંકોની સ્વતંત્રતા મહત્વનો ભાગ ભજવે છે.રાઇસે કેન્દ્રીય બેંકો ટીકાઓના વધતા વલણ વિશે કરેલા સવાલ અંગે પૂછતા કહ્યું કે, અમને આ વાતનો અફસોસ છે, કે અમે કોઇ પણ દેશના સંદર્ભમાં નિવેદન આપવું પડી રહ્યું છે. મને લાગી રહ્યું છે કે આ સર્વશ્રેષ્ઠ પ્રતિક્રિયા છે. જે હું તમને આપી રહ્યો છું.