નવી દિલ્હીઃ ચીનમાંથી આયાત થનારા 505 અબજના માલ પર આયાત ડ્યૂટી લગાવવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ IMFએ વિશ્વભરના તમામ મોટા નેતાઓને ચેતવ્યા છે. IMFએ શનિવારે આ વ્યાપાર ડ્યૂટીની લહેરને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખતરો ગણાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IMFના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટીન લગાર્ડે કહ્યું કે બુએનસ આઇરસમાં યોજાનારી G20ના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્કોના ગવર્નરોની સામે આ ટ્રેડ વોરથી થનારા નુકસાનના આંકડા રાખશે. તેમણે કહ્યું આની ખરાબ અસર જીડીપી પર પડશે. 


IMFએ કહ્યું કે, 2019 અને 2019માં વૈશ્વિક સ્તર પર વિકાસ દર 3.9 ટકા થઇ શકે છે. વ્યાપારને લઈને ઝગડાને કારણે વિકાસ દર ઘટવાનો ખતરો વધ્યો છે. અમેરિકાના ઇકોનોમિક ઓફિસરે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પર કોઇ મેક્રોઇકોનોમિક્સની અસર પડી નથી. 


હાલના મહિનામાં અમેરિકા અને બીજા નંબરની અર્થવ્યવસ્થા ચીનની વચ્ચે વ્યાપારને લઈને તણાવ વધ્યો છે. બંન્ને દેશોએ એક બીજા પર 34 અબજ ડોલરના સામાન પર આયાત ડ્યૂટી લગાવી દીધી છે. મહત્વનું છે કે, જી20 દેશોની માર્ચમાં યોજાયેલી બેઠકમાં દેશો વચ્ચે કોઇ વ્યાપાર સમજુતી ન થઈ. તેમાં માત્ર વાતચીતને આગળ વધારવાને લઈને સહમતિ બની હતી.