HDFC એકાઉન્ટ હોલ્ડર માટે જરૂરી સમાચાર, બેંકે ગ્રાહકોને આપી જાણકારી
જો તમારું બેંક એકાઉન્ટ પણ એચડીએચસી બેંક (HDFC Bank) માં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. આ સમાચાર એટીએમ/ડેબિડ કાર્ડ સાથે સંકળાયેલા છે. બેંક દ્વારા બુધવારે પોતાના ગ્રાહકોને એક ઇ-મેલ દ્વારા એટીએમ/ડેબિટ કાડ સાથે સંકળાયેલી માહિતી આપી છે.
નવી દિલ્હી: જો તમારું બેંક એકાઉન્ટ પણ એચડીએચસી બેંક (HDFC Bank) માં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. આ સમાચાર એટીએમ/ડેબિડ કાર્ડ સાથે સંકળાયેલા છે. બેંક દ્વારા બુધવારે પોતાના ગ્રાહકોને એક ઇ-મેલ દ્વારા એટીએમ/ડેબિટ કાડ સાથે સંકળાયેલી માહિતી આપી છે. ઇ-મેલ પર બેંક દ્વારા જાણકારી આપવામાં આવી કે એટીએમ/ડેબિટ કાર્ડ એક્સેસ સિસ્ટમમાં 14 જૂનના રોજ મેંટન્સ કરવામાં આવશે. બેંક દ્વારા મોકલવામાં આવેલા ઇ-મેલમાં જણાવવામાં આવ્યું છે કે સોફ્ટવેર અપડેટ થવાના લીધે અમારું એટીએમ/ડેબિટ કાર્ડ એક્સેસ સિસ્ટમ 12:30 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મેન્ટેનસમાં રહેશે.
બેંકે ઇ-મેલ કરી આપી જાણકારી
બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે એટીમ સાથે સંકળાયેલા આ મેન્ટેનસ 14 જૂનના રોજ થશે. બેંક દ્વારા કષ્ટ માટે ખેદ પ્રગટ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે બેંકો દ્વારા સમય-સમય પર સોફ્ટવેરને અપડેટ કરવામાં આવે છે, એવામાં થોડા સમય માટે બેંક સંબંધિત એટીએમ કામ કરતા નથી. આ વિશે બેંક દ્વારા ગ્રાહકોને ઇ-મેલ અને મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પહેલાં થોડા દિવસો પહેલાં HDFC બેંકે મ્યુચુઅલ ફંડ (LAMF) ના બદલામાં ડિજિટલ લોન આપવાની શરૂઆત કરી હતી. આ સુવિધા દ્વારા બેંકના ગ્રાહકો 3 સ્ટેપમાં ઓનલાઇન તેનો લાભ ઉઠાવી શકે છે. આ સુવિધા કેટલાક ખાસ ગ્રાહકો માટે જ છે. જે રોકાણકારો પાસે મ્યુચુઅલ ફંડની સ્કિમ્સ છે, જેમનું રજિસ્ટ્રાર CAMS છે, ફક્ત તે આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. આ સુવિધા તે ગ્રાહકોને પણ મળૅશે જેમની હજુ સુધી કોઇ ક્રેડિટ હિસ્ટ્રી નથી.
રોકાણકારો બેંકની સાઇટના માધ્યમથી CAMS ની વેબસાઇટ પર જઇને ફંડને સિલેક્ટ કરવી પડશે. ત્યારબાદ ટર્મ અને કંડીશન ટેપ પર ક્લિક કરવું પડશે. અંતમાં એક વન ટાઇમ પાસવર્ડ જનરેટ કરવો પડશે, ત્યારબાદ આ પ્રોસેસ પુરી થઇ જશે. ત્યારબાદ તમારે ઓવરડ્રાફ્ટ લિમિટ મળી જશે. આ ઓવરડ્રાફ્ટ લિમિટ મ્યુચુઅલ ફંડમાં રોકાણના હિસાબે મળશે. પછી તમે તે લિમિટની અંદર પૈસા જ્યારે ઇચ્છો ત્યારે લઇ શકો છો.