મુંબઈ : 1 નવેમ્બર, 1963ના દિવસે જન્મેલા નીતા અંબાણીનો આજે જન્મદિવસ છે. મુકેશ અંબાણી RILને સંભાળે છે, ત્યાં તેમની પત્ની નીતા અંબાણી IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમની માલિક છે. નીતા અંબાણીને પોતાના પ્રોફેશન સાથે સાથે પોતાની અંગત જિંદગીની ખુશીને સારી રીતે સાચવતા આવડે છે. અબજોપતિના પત્ની નીતા અંબાણી એક પરફેક્ટ હોસ્ટ પણ છે. તેમના ઘર એન્ટાલિયામાં જ્યારે પણ કોઇ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે ત્યારે તે દરેક વખતે શાનદાર હોય છે. આ પાર્ટીમાં સચિન તેન્ડુલકર, બચ્ચન ફેમિલી, ગોદરેજ ફેમિલી તેમજ બોલિવૂડની હસ્તીઓ અચૂક હાજરી આપતા જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBIvsGovt: જાણો એ કલમ 7ને જેના ઉપયોગ પછી ગવર્નર આપી શકે છે રાજીનામું !


નીતા અંબાણી પાસે અબજોની મિલકત અને અત્યંત પ્રેમાળ પરિવાર હોવા છતાં તેમનું એક સપનું છે જે કાયમ માટે અધુરું રહી ગયું છે. હકીકતમાં ક્લાસિકલ ડાન્સર નીતા અંબાણી જ્યારે નાના હતા ત્યારે તેમની ઇચ્છા હતી કે તે ક્લાસિકલ ડાન્સર બને. બહુ ઓછા લોકો તે વાત જાણે છે કે તેઓ એક ટ્રેઇન્ડ ક્લાસિકલ ડાન્સર છે. હકીકતમાં નીતાના લગ્ન ખૂબ જ નાની ઉંમરે થઈ ગયા હતા અને આ કારણે તેઓ પોતાના શોખને ન્યાય નહોતા આપી શક્યા. નીતા આજે પણ શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે તે રસ ધરાવે છે. નીતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું તેઓ પોતાની દિકરી ઇશાને ડાન્સ શીખવવા માંગતા હતા. તેમની ઇચ્છા હતી કે તેમની દિકરી આ મામલે નામ કમાય પણ ઇશાને નૃત્યુમાં જ રસ નહોતો. આમ, નીતાની આ ઇચ્છા અધૂરી જ રહી ગઇ. 


શેરબજારમાં તેજી, આજની પરિસ્થિતિ જાણવા માટે કરો ક્લિક...


નીતાની લાઇફસ્ટાઇલની વાત કરીએ તો તેઓ રાત્રે 1.30થી 2.30ની વચ્ચે સુઈ જાય છે અને સવારે 6.30એ ઉઠે છે. ઉઠીને થોડો સમય દોડે છે ને પછી તમામના ટિફિન તથા ડાયટ પર ધ્યાન આપે છે. ત્યારબાદ 8.10એ સ્કૂલે આવી જાય છે. કારમાં ઝોકું ખાઈ લે છે. ડિનર હંમેશા પતિ મુકેશ સાથે જ કરે છે. પછી ભલે મુકેશ અંબાણી ગમે તેટલા વાગે ઘરે આવે પણ ડિનર બંને સાથે જ કરે છે.


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...