નવી દિલ્હી : ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે કાર્ડથી પેમેન્ટ કરતી વખતે કાર્ડ પર લખેલો સીવીવી નંબર (CVV number) પુછવામાં આવે છે. આ નંબર વગર પેમેન્ટ નથી કરી શકાતું. સીવીવી નંબરનું કાર્ડનું આખું નામ કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (Card Verification Value) એટલે કે કાર્ડ વેરિફિકેશન કોડ (Card Verification Code) પણ કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કોડ તમને ક્રેડિટ કાર્ડ કે પછી ડેબિટ કાર્ડની પાછળની તરફ મેગ્નેટિક સ્ટ્રિપ પાસે જોવા મળશે. આ કોડની ખાસિયત એ છે કે એ કોઈ પણ સિસ્ટમ પર સરળતાથી સેવ નથી થતો. ઘણીવાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શ વખતે કાર્ડની વિગતો સેવ થઈ જાય છે અને બીજી વખત કાર્ડની વિગત ઓટોમેટિક આવી જાય છે અને ભરવી નથી પડતી. જોકે સીવીવી નંબર દર વખતે એન્ટર કરવો પડે છે કારણ કે એ સેવ નથી થઈ શકતો.


આજકાલ કાર્ડથી પેમેન્ટ કરતી વખતે ઓટીપી તરીકે વધારાનું સુરક્ષા લેયર ઉપલબ્ધ છે. જોકે આમ છતાં સીવીવી નંબરની ગોપનીયતા અત્યંત મહત્વની છે. જોકે આ નંબર કાર્ડ પાછળ લખેલો હોય છે એટલે ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે એને જોવાનું સરળ નથી હોતું. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક..