ટ્રાફિકના મસમોટા દંડથી બચાવશે તમારો મોબાઇલ, કરવું પડશે આ કામ
હાલમાં ગુરુગ્રામમાં 15,000 રૂપિયાની સ્કુટીને (mParivahan in smartphone)નું 23,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની ઘટના બહુ ચર્ચામાં છે.
નવી દિલ્હી : હાલમાં ગુરુગ્રામમાં 15,000 રૂપિયાની સ્કુટીને (mParivahan in smartphone)નું 23,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની ઘટના બહુ ચર્ચામાં છે. આવી જ રીતે ઓડિસામાં 26,000 રૂપિયાની ઓટોને 47,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આ સંજોગોમાં તમને ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનો ડર સતાવતો હોય તો એક નવો રસ્તો છે. નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા પછી દંડની રકમમાં ભારે વધારો થયો છે. આ સંજોગોમાં તમે તમારા વાહનને લગતા ડોક્યુમેન્ટ સરળતાથી સાથે રાખી શકો એ માટે એક ખાસ વ્યવસ્થા છે.
તમારો સ્માર્ટફોન તમને ભારે દંડથી બચાવી શકે છે અને એ માટે એક ખાસ મોબાઇલ એપ ડાઉનલોડ કરવી પડશે. તમે એમપરિવહન એપ (mParivahan)ને ડાઉનલોડ કરીને એમાં સાઇનઅપ કરો. આ પછી ગાડી વિશેના સંબંધિત જરૂરી ડોક્યુમેન્ટ mParivahan એપમાં અપલોડ કે સેવ કરી લો.
હકીકતમાં mParivahan કે પછી ડિજીલોકર સરકારની માન્યતાપ્રાપ્ત એપ છે જેમાં ડોક્યુમેન્ટને ક્યાંય દેખાડવાની જરૂર નથી. આ સંજોગોમાં તમારે ડોક્યુમેન્ટ્સનું બંડલ લઈને નહીં ફરવું પડે. તમે મોબાઇલ કે સ્માર્ટફોનથી પોલીસને તમામ ડોક્યુમેન્ટ દેખાડી શકો છો.