નવી દિલ્હી : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની તારીખ નજીક આવી છે. હવે આજના દિવસની સાથે માત્ર 26 જ દિવસ આઇટીઆર ભરવા માટે બાકી છે. જો તમે 31 જુલાઈ સુધી ઇન્કમટેક્સ નહીં ભરો તો તમારે લેટ ફી તરીકે મોટી રકમ ભરવી પડશે. ઇન્કમટેક્સ વિભાગ લાંબા સમયથી આ વાતની જાહેરાત કરી રહ્યો છે. ઇન્કમટેક્સ વિભાગની વેબસાઇટ પર પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે જો તમે 31 જુલાઈ સુધી આઇટીઆર નહીં ભરો તો 5000 રૂ. જેટલી લેટ ફી ભરવી પડશે. આમ, જો તમારી ટેક્સેબલ ઇન્કમ 2.5 લાખ રૂ.થી વધારે હોય તો તમારા માટે આઇટીઆર ફાઇલ કરવાનું અનિવાર્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણાંકીય વર્ષ 2017-18 માટે ટેક્સ સ્લેબ નક્કી છે. જો તમારી ટેક્સેબલ ઇન્કમ 2.5 લાખથી 5 લાખ રૂ. વચ્ચે છે તો તમારે 5 ટકા ટેક્સ દેવો પડશે. જે તમારી ટેક્સેબલ ઇન્કમ 5 લાખથી વધારે 10 લાખ રૂ. સુધી છે તો તમારે 20 ટકા ટેક્સ તરીકે ચૂકવવા પડશે. જો તમારી આવક 10 લાખ રૂ. કરતા વધારે હશે તો તમારે 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો તમારી આવક 50 લાખથી વધારે અને 1 કરોડ રૂ. સુધી છે તો તમારે 10 ટકા સરચાર્જ પણ આપવો પડશે અને આવક એક કરોડ રૂ. કરતા વધારે હોય તો 15 ટકા સરચાર્જ ચૂકવવો પડશે. 


આ આઇટીઆર ઓનલાઇન કે ઓફલાઇન ભરી શકાય છે. આ માટે  ઇન્કમટેક્સ વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટની મદદ લેવાની હોય છે. જો તમે પગારદાર હો તો આઇટીઆર 1 ફોર્મ ભરવાનું જરૂરી છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...