એક નિયમ જેને જાણવાથી બચાવી શકશો લાખો રૂ.ની ગરબડ
જો તમે એટીએમ કાર્ડથી પૈસા ઉપાડતા હો કે પછી ઓનલાઇન બેન્કિંગનો ઉપયોગ કરતા હો તો બેંકિંગનો એક મહત્વનો નિયમ જાણવો જરૂરી છે
નવી દિલ્હી : જો તમે એટીએમ કાર્ડથી પૈસા ઉપાડતા હો કે પછી ઓનલાઇન બેન્કિંગનો ઉપયોગ કરતા હો તો બેંકિંગનો એક મહત્વનો નિયમ જાણવો જરૂરી છે. જો આ નિયમ તમને જાણ હશે તો લાખો રૂ.ની ગરબડ અટકાવીને ફાયદો થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકે પોતાના ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે 6 જુલાઈ, 2017ના દિવસે સરક્યુલર જાહેર કર્યો હતો. આ સરક્યુલરમાં કહેવામાં આ્વ્યું હતું કે એકાઉન્ટમાં થયેલા અનધિકૃત ટ્રાન્ઝેક્શન કે પછી ફ્રોડ થાય તો ગ્રાહકે શું કરવું જોઈએ જેથી તેમને નુકસાન ન થાય અને બેંક આ પૈસાની ભરપાઈ કરી દે.
રિઝર્વ બેંકના સરક્યુલર પ્રમાણે જો તમારા બેંક એકાઉન્ટથી અનધિકૃત ટ્રાન્ઝેક્શન કે ફ્રોડ થયું હોય અને તમે જો ત્રણ દિવસની અંદર આ વાતની જાણકારી બેંકને આપી દો તો તમારી લાયબિલિટી ઝીરો થઈ જશે. જો આ ટ્રાન્ઝેક્શન તમારી ભુલ કે બેદરકારીથી નથી થયું તો બેંક તમારા નુકસાનની ભરપાઈ કરશે.
જો તમે બેંક એકાઉન્ટથી થયેલા અનધિકૃત ટ્રાન્ઝેક્શન કે ફ્રોડની માહિતી 4થી 7 દિવસ વચ્ચે જાણકારી આપશો તો તમારી લિમિટેડ જવાબદારી ગણાશે અને તમારે થોડા હિસ્સાની જવાબદારી વહન કરવી પડશે.