ઇસ્લામાબાદ: વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનના લોકોને ટેક્સ માફી યોજનાનો લાભ ઉઠાવવા અને 30 જૂન સુધી પોતાની જાહેર ન કરેલી સંપત્તિઓનો ખુલાસો કરવા માટે કહ્યું છે. વડાપ્રધાનમંત્રીએ લોકોને કહ્યું કે તે પોતાની બેહિસાબી સંપત્તિઓની જાહેર કરી દેશના વિકાસમાં યોગદાન કરે જે ગંભીર નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણાકીય વર્ષ 2019-20ના બજેટ પહેલાં રાષ્ટ્રને સંબોધિત કરતાં ઇમરાન ખાને કહ્યું કે આપણે મહાન દેશ બનાવવાનો છે તો આપણે પોતાને બદલવાનો હશે. ઇમરાન ખાને કહ્યું ''હું તમને બધાને અપીલ કરું છું કે અમે જે આવક ઘોષણા યોજના લાવ્યા છીએ તમે તેનો ભાગ બનો. જો આપણે ટેક્સ ચૂકવીશું નહી તો આપણે દેશને આગળ વધારી શકીશું નહી. 

GST કાઉન્સિલની મિટીંગ 20 જૂને, 28 % સ્લેબમાંથી દૂર થશે ઘણી વસ્તુઓ


વડાપ્રધાને કહ્યું કે લોકોની પાસે પોતાની બેનામી સંપત્તિ, બેનામી બેંક ખાતા તથા વિદેશમાં રાખેલા ધનની જાહેરાત કરવા માટે 30 જૂન સુધીનો સમય છે. ઇમરાન ખાને કહ્યું કે 30 જૂન બાદ તમને તેના માટે વધુ એક તક નહી મળે. વડાપ્રધાને કહ્યું કે ''આપણી એજન્સીઓ પાસે બેનામી ખાતો તથા બેનામી સંપત્તિઓની પુરી યાદી છે.'' 

બજેટમાં આમ આદમીને મળવી જોઇએ ટેક્સમાં છૂટ: વિશેષજ્ઞ


તેમણે કહ્યું કે ''મારા પાકિસ્તાનના લોકો ગત દસ વર્ષમાં પાકિસ્તાનનું દેવું 6,000 અરબ રૂપિયાથી વધીને 30,000 અરબ રૂપિયા થઇ ગયું છે. તેમણે કહ્યું કે આ યોજના તેમની પાસે પહેલાંથી જ ઉપલબ્ધ ન હતી. એટલા માટે તેનો લાભ ઉઠાવો. પાકિસ્તાનને લાભ આપો અને પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો. તેમને એક તક આપો તે આ દેશને પોતાના પગ પર ઉભો કરી શકો છો છો અહીના લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકો છો.