નવી દિલ્હીઃ ઓક્ટોબરનો મહિનો તહેવારોથી ભરપૂર મહિનો છે. શરૂઆતમાં અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને મહિનાના અંતિમ દિવસોમાં દિવાળીના તહેવારો આવવાના છે. આ કારણે ઓક્ટોબર મહિનામાં ભારતીય બેન્કોમાં માત્ર 20 દિવસ જ કામકાજ થવાનું છે. એટલે કે, ઓક્ટોબર મહિનામાં દેશની બેન્કોમાં 11 દિવસ રજાઓ રહેશે. તહેવારો દરમિયાન નાણાની તંગીનો સામનો કરવો ન પડે એટલા માટે અગાઉથી આયોજન કરી રાખવા અમારી તમને સલાહ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહિનામાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે બેન્કમાં રજા ગઈ છે. હવે દશેરા આવશે અને ત્યાર પછી દિવાળીના દિવસો આવશે. વળી, દેશની બેન્કમાં હવે બીજો અને ચોથો શનિવાર પણ રજા હોવાના કારણે રજાઓનો ગાળો લંબાઈ જશે. 


RBI એ વ્યાજ દર ઘટાડીને આપી દિવાળીની ભેટ, ઘટશે તમારો EMI


સળંગ ત્રણ દિવસ બંધ રહેશે બેન્ક
હવે, 7 અને 8 ઓક્ટોબરના રોજ સરકારી ઓફિસોમાં રામનવમી અને દશેરાના કારણે રજા રહેશે. તેના પહેલા 6 ઓક્ટોબરના રોજ રવિવાર છે. એટલે કે, ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં બેન્ક સળંગ 3 દિવસ બંધ રહેશે. 12 ઓક્ટોબરના રોજ બીજો શનિવાર અને 13 ઓક્ટોબરના રોજ રવિવાર છે. એટલે કે, બીજા અઠવાડિયામાં બેન્ક બુધ, ગુરુ અને શુક્ર એમ ત્રણ દિવસ જ કામ કરશે. ત્યાર પછી 20 ઓક્ટોબરના રોજ રવિવાર હોવાના કારણે બેન્ક બંધ રહેશે. 


દિવાળી પર 4 દિવસ રજા 
દિવાળી દરમિયાન પણ બેન્કમાં 4 દિવસની સળંગ રજાનો યોગ બની રહ્યો છેત. 26 ઓક્ટોબરના રોજ ચોથો શનિવાર અને 27 ઓક્ટોબરના રોજ રવિવાર છે. દિવાળી પણ રવિવારે છે. 28 ઓક્ટોબરના રોજ બેસતું વર્ષ અને 29 ઓક્ટોબરના રોજ ભાઈબીજની રજા રહેશે. 


ફેસબૂકે તેની સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ માટે લોન્ચ કરી સ્નેપચેટ જેવી નવી ચેટિંગ એપ 'Threads'


નવેમ્બરમાં 7 દિવસ બંધ રહેશે બેન્ક 
નવેમ્બર, 2019માં પણ બેન્કમાં લાંબી રજાઓ આવી રહી છે. નવેમ્બર મહિનામાં 3, 10, 17 અને 24 તારીખે રવિવાર છે. 9 અને 23 નવેમ્બરના રોજ બીજો અને ચોથો શનિવાર છે. આ ઉપરાંત 12 નવેમ્બરના રોજ ગુરૂનાનક જયંતી છે, એટલે એ દિવસે બેન્ક બંધ રહેશે. આમ, નવેમ્બરમાં કુલ 7 દિવસ બેન્ક બંધ રહેશે. 


જુઓ LIVE TV....


બિઝનેસના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....