નવી દિલ્હી : ભારત સહિત એશિયાની 10 અર્થવ્યવસ્થા મહત્વની વ્યવર્થસ્થાઓનું સમ્મેલિત વાસ્તવિક જીડીપી 10-12 વર્ષમાં અમેરિકા કરતા પણ વધી જશે.  ડીબીએસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એન એશિયાઇ અર્થવ્યવસ્થાઓનું જીડીપી ઝડપી વધારા સાથે 2030 સુધીમાં 28000 અબજ ડોલર થઇ જશે. જે અમેરિકાથી વધારે થશે. ડીબીસીએના અનુસાર  આ દસ અર્થવ્યવસ્થાઓમાં ચીન, હોંગકોંગ, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા અનુસાર આ દસ અર્થવ્યવસ્થાઓમાં ચીન, હોંગકોંગ, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપીન, સિંગાપુર, દક્ષિણ કોરિયા, તાઇવાન અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દસ અર્થવ્યવસ્થાઓ 2030 સુધી એટલી ઝડપથી વધશે અને તેનો સંયુક્ત વાસ્તવીક જીડીપી (2010ના ડોલર મુલ્ય) પર 28,350 અબજ ડોલરના બરાબર થશે. આ દરમિયાન અમેરિકાની કુલ જીડીપી વધીને 22,330 અબજ ડોલર રહેશે. ડીબીસીએએ કહ્યું કે, અમને આશા છે કે 2030 સુધીમાં એશિયાની દસ મહત્વની અર્થવ્યવસ્થા અમેરિકાને પણ પાછળ છોડી દેશે. 

વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત
અગાઉ આ જ મહિને આવેલા વર્લ્ડ બેંકના અહેવાલ અનુસાર , ભારત હવે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુકી છે.  તેણે આ મુદ્દે ફ્રાંસને પણ પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્લ્ડ બેંકના અનુસાર ભારતની GDP  ગત્ત વર્ષના આખરમાં 2.597 ટ્રિલિયન ડોલર (178 કરોડ રૂપિયા) રહી હતી.  કેટલાક ત્રિમાસિક મંદી છતા પણ ભારતની અર્થવ્યવસ્થા જુલાઇ 2017થી ફરી મજબુત થવા લાગી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની વસ્તી હાલના સમયે 1.34 અબજ એટલે કે 134 કરોડ છે અને તે વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બનવાની દિશામાં અગ્રેસર છે. બીજી તરફ ફ્રાંસની વસ્તી 6.7 કરોડ છે.  વર્લ્ડ બેંકના આંકડા અનુસાર ફ્રાંસની પ્રતિ વ્યક્તિ જીડીપી ભારત કરતા 20 ગણો વધારે છે. 

વર્લ્ડબેંક ગ્લોબલ ઇકોનોમિક્સ પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ અનુસાર, નોટબંધી અને જીએસટી બાદ આવેલી મંદીથી ભારતની અર્થવ્યવસ્થા ઉભરી રહી છે.  નોટબંધી અને જીએસટીના કારણે અર્થવ્યવસ્થા થોડી નબળી પડ્યા બાદ  ગત્ત વર્ષે મેન્યુફેક્ચરિંગ અને ગ્રાહક ખર્ચ ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપ આપવાનું મુખ્ય કારક રહ્યા. એક દશકમાં ભારતે પોતાના જીડીપીને બમણી કરી દીધી છે અને સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીનની અર્થવ્યવસ્થા નબળી પડી શકે છે અને એશિયામાં ભારત મહત્વની શક્તિ તરીકે ઉભરી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત 2032 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.