Tax Saving on Property: જો તમે 2001માં કે પછી ખરીદેલી જૂની પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યા છો, તો તમારે ઇન્ડેક્સેશન લાભો  (Indexation Benefits) સમાપ્ત થવાને કારણે પહેલાં કરતાં વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે, પરંતુ તમે એક રીતે LTCG ટેક્સને સંપૂર્ણપણે બચી શકો છો. બજેટ રજૂ થયા બાદથી મિલકત પરના ટેક્સને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. સરકારે પ્રોપર્ટી પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ 20% થી ઘટાડીને 12.5% ​​કર્યો છે. બીજી તરફ સરકારે ઇન્ડેક્સેશન લાભ દૂર કરી દીધો છે, જેનો ઉપયોગ મોંઘવારીને અનુરૂપ થતો હતો અને મિલકતમાંથી મળેલી આવક પર ઓછો ટેક્સ ચૂકવવો પડતો હતો. સરકાર આ મામલે ભરાઈ ગઈ છે. સરકારને ભલે આવક વધે છે પણ વર્ષો સુધી વ્યાજ ભરીને ઘર લેતા મકાન માલિકોને આ સીધો ઝટકો છે. સરકાર દરેક વસ્તુમાં ટેક્સ ઉઘરાવે છે હવે આવક પર પણ તરાપ મારી રહી છે. આ આવક ટુકડે ટુકડે વ્યાજ ભરીને ઉભી કરેલી પ્રોપર્ટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LTCG ટેક્સ કઈ રીતે એક રૂપિયો પણ નહીં ભરવો પડે...
મોદી સરકારે બજેટમાં પ્રોપર્ટી પરનો LTCG ટેક્સ ઘટાડ્યો છે, પરંતુ ઇન્ડેક્સેશન બેનિફિટ દૂર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો તમારે આ ટેક્સથી બચવું હોય તો તમારે એક કામ કરવું પડશે, તો જ તમે આ ટેક્સથી બચી શકશો. રેવન્યું સેક્રેટરી સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ પોતાનું જૂનું મકાન અથવા મિલકત વેચીને થયેલા નફાની રકમ (Capital Gains) નો ઉપયોગ નવી મિલકતમાં રોકાણ કરવા માટે કરે છે, તો તેને કોઈપણ LTCG પર કર ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવશે. આનો અર્થ એ છે કે તમારે LTCG ટેક્સનો એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં.


નફામાંથી નવી પ્રોપર્ટી ખરીદવા પર નહીં લાગે કોઈ ટેક્સ-
ઈન્ડિયા ટુડે પર પ્રકાશિત થયેલા સમાચારમાં ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, મહેસૂલ સચિવે કહ્યું કે જ્યારે તમે જૂની પ્રોપર્ટી વેચીને નવી પ્રોપર્ટી ખરીદશો તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી.


ઇન્ડેક્સેશન શું છે?
ઈન્ડેક્સેશન સમયાંતરે ફુગાવા માટે મિલકતની ખરીદ કિંમતને સમાયોજિત કરે છે, જેનો ઉપયોગ મૂડી લાભની ગણતરી કરવા માટે થાય છે. બેઝ યર (2001-2002)ની તુલનામાં ભાવમાં ફેરફારને માપવા માટે સરકાર દર વર્ષે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (CII) બહાર પાડે છે. આ આધારે ગણતરી કરીને ઇન્ડેક્સેશન જાહેર કરવામાં આવે છે.