નવી દિલ્હી: ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 છે, જે હવે આવવાની છે. અંતિમ ડેટની રાહ જોશો નહી અને તમારો ઇનકમ ટેક્સ ફાઇલ કરી દો. જો તમારા મનમાં ટેક્સ છૂટને લઇને કંફ્યૂઝન છે તો નિયમોને ધ્યાનથી વાંચો. તમને ટેક્સ ભરતી વખતે વધારાનો ફાયદો મળી જાય. હોમ લોન અને એજ્યુકેશન લોન પર ઇનકમ ટેક્સની છૂટનો ફાયદો મળે છે, પરંતુ મોટાભાગના લોકો એ જાણતા નથી કે પર્સનલ લોન (Personal Loan) પર પણ ઇનકમ ટેક્સ છૂટ (Income Tax Deduction) નો ફાયદો મળી શકે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં પરસનલ લોન પર ટેક્સ છૂટનો ફાયદો લઇ શકાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7th Pay Commission: નવા વર્ષમાં કર્મચારીઓને સરકાર આપશે ભેટ, વધશે પગાર!


પર્સનલ લોન પર ટેક્સ છૂટની ત્રણ રીત
સીધી રીતે Income Tax Act માં પર્સનલ લોન ડિડક્શનને લઇને કોઇ જોગવાઇ નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે પર્સનલ લોન પર ટેક્સ લઇ ન શકાય. જો તમારી પાસે પણ પર્સનલ લોન છે અને તેનો ઉપયોગ તમે બિઝનેસ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના કંસ્ટ્રક્શન અથવા ખરીદીમાં કર્યો છે અથવા પછી કેટલીક એવી સંપત્તિઓ ખરીદી છે, જે ટેક્સ છૂટના દાયરામાં આવે છે તો પર્સનલ લોન પર પણ ટેક્સ છૂટનો ફાયદો લઇ શકો છો. 

Car Insurance New Policy: જેટલી કાર ચલાવો, એટલું જ ભરો પ્રીમિયમ, લોન્ચ થઇ ગજબની ઓટો પોલિસી


બિઝનેસમાં કર્યું છે રોકાણ
પર્સનલ લોનના પૈસાનું રોકાણ બિઝનેસમાં કરવામાં આવ્યું છે તો વ્યાજબીને તમે ખર્ચ તરીકે પણ બતાવી શકો છો અને તેના માટે ક્લેમ લઇ શકો છો. તેનાથી તમારી ટેક્સ દેનદારી ઘટી જશે સાથ જ બિઝનેસનો નફો પણ વધી જશે. સૌથી સારી વાત એ છે કે તેને લઇને કોઇ કેપ નથી એટલે કે ગમે તેટલો ઇંટરેસ્ટ ખર્ચ તરીકે બતાવીને ક્લેમ કરી શકો છો. 


ઘરના સમારકામ પર ખર્ચમાં છૂટ
હોમ લોન પર બે પ્રકારના ટેક્સ બેનિફિટ મળે છે, એક તો વ્યાજ પર અને બીજું પ્રિંસિપલ પર. જો તમે પર્સનલ લોન લઇને ઘરનું સમારકામ કરાવ્યું છે અથવા પછી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી છે તો તમે ટેક્સ બેનિફિટ લઇ શકો છો. તમે ઇનકમ ટેક્સના સેક્શન 24 હેઠળ વ્યાજ પર ટેક્સ બેનિફિટ લઇ શકો છો. જો તમે તે ઘરમાં રહો છો તો 2 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મેળવી શકો છો, જો ઘરને ભાડે આપ્યું છે તો ગમે તેટલો પણ ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો. તેની કોઇ લિમિટ નથી. 

EPFOના કરોડો ગ્રાહકોને મળશે New Year Gift, આ મહિનાથી 8.5 ટકાની દરથી આવશે વ્યાજ


અસેટ્સ ખરીદવા પર છૂટ
જો તમે પર્સનલ લોનના પૈસાથી જ્વેલરી ખરીદી છે, નોન રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી છે અથવા પછી શેરમાં રોકાણ કર્યું છે તો તમારે તેના પર પણ ટેક્સ છૂટ મળી શકે છે. જોકે તેના પર છૂટ તે વર્ષે લઇ શકતા નથી, જે વર્ષે વ્યાજ ચૂકવવામાં આવ્યું, તેને ટેક્સ બેનિફિટ તે વર્ષે મળશે જ્યારે તે અસેટને વેચશો. 


ધ્યાન આપવા જેવી વાત
અહીં એક વાતનું ધ્યાન આપવા જેવું છે કે ટેક્સ છૂટ ફક્ત વ્યાજ પર મળશે ના કે પ્રિંસિપલ એમાઉન્ટ પર. બીજી વાત એ છે કે જો પર્સનલ લોનના પૈસા ઉપર આપવામાં આવેલી ત્રણેય અસેટ્સ ઉપરાંત બીજે ક્યાંક રોકાણ કર્યું છે તો તેમાં ટેક્સનો ફાયદો નહી મળે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube