નવી દિલ્હી: ઈનકમ ટેક્સ વિભાગે એક એલર્ટ જાહેર કર્યું છે. જો કરદાતાઓ વિભાગની આ એડવાયઝરીને નહીં માને તો તેમને નુકસાન થઈ શકે છે. આયકર વિભાગનું કહેવું છે કે, કરદાતાઓને વ્યક્તિગત ઈ-ફાઇલિંગ ખાતામાં હેકર્સ આવી શકે છે. જો એવું થયું તો તે સાઈબર ક્રાઇમનો શિકાર બની શકે છે. વિભાગનું કહેવું છે કે, જો કોઇને લાગે કે તેના ઈ-ફાઇલિંગ ખાતામાં છેડછાડ અથવા ફરી કોઈએ ખોટી રીતે એક્સેસ કર્યું છે, તો તેઓ તેની રિપોર્ટ નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો સાઈબર સેલના અધિકારીઓને કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ-19 બની શકે છે હેકિંગનું સૌથી મોટું કારણ
વ્યક્તિગત કરદાતા આયકર વિભાગની વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in પર લોગિન કરી એક્સેસ કરે છે. વિભાગના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, કોરોના વાયરસના કારણે ઓનલાઇન સર્વર પર એટેક થઈ રહ્યો છે. અત્યારે મોટાભાગના લોકો ઓનલાઈન સર્વર અથવા વેબસાઈટને મોટી સંખ્યામાં પ્રયોગ કરી રહ્યાં છે. એટલા માટે તેના અંતર્ગત એલર્ટ વિભાગે જાહેર કર્યું છે.


અહીં પણ નોંધાવી શકો છો ફરિયાદ
વિભાગે જણાવ્યું છે કે, એવા વ્યક્તિ જેમાના ખાતામાં છેડછાડ કરવામાં આવી હોય તો તેની ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકય છે. જેના માટે https://cybercrime.gov.in/ પર પણ તમારી ફરિયાદ અથવા એફઆઈઆરને નોંધાવી શકાય છે. આ વેબસાઈટને સરકારે શરૂ કરી છે. જેથી સાઈબર ગુનેગારોની ફરિયાદ નોંધી શકાય.


આ સાથે જ વિભાગે કરદાતાઓથી કહ્યું છે કે, તેઓ તેમના લોગિન આઈડી અને પાસવર્ડની જાણકારી કોઈની સાથે પણ શેર ન કરે. આ ખાતાનો ઉપયોગ કરદાતા તેના આયકર રિટર્ન ભરવા અથવા અન્ય ટેક્સથી જોડાયેલા મામલાને પૂરા કરવા માટે કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube