નવી દિલ્હી: ઇનકમ ટેક્સ વિભાગે ટીડીએસ પ્રમાણપત્ર એટલે કે ફોર્મ-16 (Form-16) માં ફેરફાર કર્યો છે. ફેરફાર બાદ ફોર્મ-16માં મકાનમાંથી આવક તથા અન્ય નોકરીદાતાઓ પાસેથી પ્રાપ્ત ઇનામ સહિત વિભિન્ન વાતોને ઉમેરવામાં આવી છે. આ પ્રકારે હવે તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે જેથી ટેક્સ ભરવાથી બચવા માટે લગામ લગાવી શકાય. તેમાં વિભિન્ન ટેક્સ બચત યોજનાઓ, ટેક્સ બચત ઉત્પાદનોમાં રોકાણના સંદર્ભમાં ટેક્સ કપાત, કર્મચારી દ્વારા પ્રાપ્ત વિભિન્ન ભથ્થાની સાથે અન્ય સ્ત્રોતથી પ્રાપ્ત આવકના સંદર્ભમાં અલગ-અલગ સૂચના પણ સામેલ હશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bajaj Qute ની આતુરતાનો અંત, ભારતમાં 18 એપ્રિલે થશે લોન્ચ


એમ્પ્લોયર કંપની ઇશ્યૂ કરી શકે છે ફોર્મ-16
ફોર્મ-16ને એમ્પ્લોયર કંપનીની માફક જાહેર કરી શકાય છે. તેમાંથી કર્મચારીઓના ટીડીએસ વિશે જાણકારી હોય છે. તેને મિડ જૂનમાં જાહેર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં કરવામાં આવે છે. ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા ફેરફાર બાદ નવું ફોર્મ 12 મે 2019થી અમલમાં આવશે. તેનો સીધો અર્થ એ થયો કે નાણાકીય વર્ષ 2018-19 માટે આઇટીઆર સુધારેલ ફોર્મ-16ના આધાર પર ભરવામાં આવશે. 

આગામી સમયમાં લોન સસ્તી થવાની આશા, RBI ઘટાડી શકે છે વ્યાજ દર


31 જુલાઇ સુધી ભરવું પડશે આઇટીઆર
અન્ય વાતો ઉપરાંત નવા ફોર્મ-16માં બચત ખાતામાં જમા વ્યાજના સંદર્ભમાં કપાતનું વિવરન અને છૂટ તથા સરચાર્જ પણ સામેલ હશે. ઇનકમ ટેક્સ વિભાગ પહેલાં જ નાણાકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મને જાહેર કરી દીધું છે. પગારદારી વર્ગ અને જે પોતાના ખાતાને ઓડિટ કરતા નથી, તેમને આ વર્ષે 31 જુલાઇ સુધી આઇટીઆર ભરવું પડશે. 

તમને બધાને મળશે આ ખાસ સુવિધા, હવે ઘરેબેઠા EMI વિના મળી જશે લોન


આ દરમિયાન ઇનકમ ટેક્સ વિભાગે ફોર્મ 24 ક્યૂ (24 Q) માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેને નોકરીદાતાઓ વિભાગને આપે છે. તેમાં બિન-સંસ્થાકીય એકમોની કાયમી એકાઉન્ટ નંબરનો એકાઉન્ટ વિવરણ સામેલ થશે. જેથી કર્મચારીઓને મકાન બનાવવા અથવા ખરીદવા માટે લોન લીધી છે. તે વિશે નાંગિયા એડવાઇઝર્સના નિર્દેશક એસ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ફોર્મ-16 અને 24 ક્યૂમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેનો હેતુ તેને વધુ વ્યાપક બનાવવા અને સૂચના આપનાર બનાવવાનો છે.