નવી દિલ્હી: જો તમે તમારો ઇન્કમ ટેક્સ સમયસર ભરો છો. અને આયકર નિયમોનું પાલન કરી રહ્યા છો. તો આવનારા સમયમાં તમને તમારા રાજ્યના ગવર્નર સાથે ચા પીવાનો મૌકો મળી શકે છે. અને આ સિવાય તમને ધણીબધી સુવિધાઓ પણ ઓફર કરવામાં આવશે. જેમાં તમને એરપોર્ટ પર ચેકઇન દરમિયાન પ્રાથમિકતા આપવામાં આવી શકે છે, અને પ્રાથમિકતાના આધાર પર તમારો પાસપોર્ટ પણ બની શકે છે. તથા એરપોર્ટ લોજમાં તમને જગ્યા પણ મળી શકે છે. અંગ્રેજી સમાચાર પત્ર ઇકોનોમિક્સ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટેક્સીસ તરફથી એક સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને નિયમોના પાલન કરવા વાળા લોકોઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળાધન પર લગામ લગાવવા માટે સરકાર કરી રહી છે પ્રયાસ
છેલ્લા કેટલાક સમયથી સરકાર તરફથી કાળાધન પર લગામ લગાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આની પાછળનો ઉદેશ્યથી બેનામી ટ્રાન્જેક્શન એક્ટ અનુસાર સંશોધન કરવામાં આવી રહ્યા છે. જ્યારે આયકર વિઙાગ એવા લોકોને સન્માનીત અનુભવોના પ્રયાસ કરવાનો પ્રયત્ન કરી રહી છે, જે લોકો આયકરના નિયમોનું પાલન કરી રહ્યા છે. અને સમય સર આયકર રિટર્ન ભરીલ ભરી રહ્યા છે. ઇમાનદાર ઇન્કમ ટેક્સ ભરનાર લોકોને સન્માન પ્રદાન કરવાની યોજના વિદેશમાં ચાલી હોવાથી તેને અનુલક્ષીને જ ભારતમાં તેવી યોજના બનાવામાં આવી રહી છે. 


દુનિયાભરમાં ઇમાનદારીથી ટેક્સ ભરનારા લોકો માટે ખાસ સુવિધઓ 
જાપાનમાં ઇમાનદારીથી ટેક્સ ભરનારા લોકોને રાજા સાથે ફોટો પડાવાનો મૌકો મળે છે. જ્યારે ફિલિપીંસમાં ઇમાનદાર ટેક્સ ભરનારા લોકો નામે લોટ્રી કાઢવામાં આવે છે, દક્ષિણ કોરિયામાં ઇમાનદારીથી ટેક્સ ભરનારા લોકને પ્રામાણપત્ર આપવામાં આવે છે, જેનાથી તેને એરપોર્ટ પર વીઆઇપી રૂમ અને ફ્રી પાર્કિગની સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે પાકિસ્તાનમાં પણ દર વર્ષે 100 ઇમાનદારીથી ટેક્સ ભરનારાઓને એરપોર્ટ લોજ, ઇમીગ્રેશનમાં પણ પ્રથમિકતાસ, ફ્રી પાસપોર્ટ જેવી સીમાઓમાં છૂટ આપવમાં આવે છે.