નવી દિલ્હી: કરદાતાઓ માટે એક ખરાબ સમાચાર છે. ઇન્કમ ટેક્સ વિભાગે તાજેતરમાં જ એક ચેતાવણી જાહેર કરી છે. તેણે કહ્યું છે કે રિટર્ન ફાઇલ કરનાર લોકોએ કોઇ જાણકારી છુપાવી છે તો 31 માર્ચ સુધી તેને સુધારી શકે છે. રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરીને છુપાવેલી જાણકારી જાહેર કરી શકાશે. 31 માર્ચ સુધી આમ નહી કરવામાં આવે તો ઇન્કમ ટેક્સ વિભાગ કાર્યવાહી કરશે. આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જેમણે પુરી જાણકારી આપી નથી. તેના માટે ઇન્કમ ટેક્સ વિભાગ અલગથી પેનલ્ટી પણ લગાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થઇ શકે છે જેલ
ઇન્કમ ટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આઇટીઆરમાં ગરબડી હોવાના મામલા ગંભીર હશે તો એવામાં લોકોને જેલ પણ જવું પડી શકે છે. વિભાગે કહ્યું કે જો તમે તમારા બેંક એકાઉન્ટમાં મોટી માત્રામાં કેશ જમા કરી છે અથવા હાઇ વેલ્યૂ ટ્રાંજેક્શન કર્યા છે તો તમારે રિવાઇઝ્ડ આઇટીઆરમાં તેની જાણકારી આપવી પડશે. 


બંને કાર્યવાહી પણ સંભવ
ઇન્કમ ટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખોટી જાણકારી અથવા કોઇ જાણકારી છુપાવનાર લોકો વિરૂદ્ધ બંને પ્રકારના કેસ થઇ શકે છે. એટલે કે વિભાગ પેનલ્ટી પણ વસૂલશે અને કાર્યવાહી હેઠળ સજા પણ થઇ શકે છે. 


કાળાધન વિરૂદ્ધ એક્શન પ્લાન
ઇન્કમ ટેક્સ વિભાગની એક્શન કાળાનાણા વિરૂદ્ધ અભિયાનનો એક ભાગ છે. જો કે વિભાગ અજાણતાં ભૂલ કરનાર લોકોને તક આપી રહ્યું છે. 31 માર્ચ સુધી રિવાઇઝ્ડ રિટર્ન ભરી શકાશે.


કહે છે ટેક્સ એક્સપર્ટ
ટેક્સ એક્સપર્ટના અનુસાર નોટબંધી બાદથી જ ઇન્કમ ટેક્સ વિભાગ દરેક ટ્રાંજેક્શન પર નજર રાખી રહ્યું છે. ઇન્કમ ટેક્સ વિભાગે આવી યાદી પણ તૈયાર કરી છે. જેના નામ બેનામી સંપત્તિ અથવા કાળાનાણાના મામલો મળ્યો છે.