નવી દિલ્હીઃ નાણાકિય વર્ષ 2018-19 દરમિયાન ઓનલાઇન ટેક્સ ભરનાર લોકોની સંખ્યામાં આશ્ચર્યજનક રૂપથી 6.60 લાખથી વધુનો ઘટાડો થયો છે. આવકવેરા વિભાગની ઓનલાઇન ટેક્સ ભરનારી વેબસાઇટ પર અપલોડ કરેલા આંકડામાં આ જાણકારી સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2017-18માં 6.74 કરોડ લોકોએ ભર્યો ટેક્સ
નાણાકિય વર્ષ 2017-18માં 6.74 કરોડ લોકોએ ઓનલાઇન ટેક્સ ભર્યો હતો. નાણાકિય વર્ષ 2018-19માં તેની સંખ્યા 6.68 કરોડ પર આવી ગઈ છે. આ પહેલા વર્ષ 2016-17માં તેની સંખ્યા 5.28 કરોડ રહી હતી. 


30 એપ્રિલે જાહેર થયો રિપોર્ટ
કોટક ઇકોનોમિક રિસર્ચે 30 એપ્રિલે જાહેર કરેલા રિપોર્ટમાં આ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું, 'નાણાકિય વર્ષ 2018-19માં ઓનલાઇન ટેક્સ ભરનારની સંખ્યામાં ઘટાડો થતાં અમે આશ્ચર્યમાં છીએ.'


પરંતુ નોંધાયેલા આવક કરદાતાઓની સંખ્યામાં આ દરમિયાન વધારો થયો છે. તેની સંખ્યા 15 ટકા વધીને 31 માર્ચ 2019 સુધી 8.45 કરોડ પાર પહોંચી ગઈ છે. માર્ચ 2013માં નોંધાયેલા કરદાતાઓની સંખ્યા જે માત્ર 2.70 કરોડ હતી જે માર્ચ 2016માં 5.20 કરોડ અને માર્ચ 2017માં 6.20 કરોડ પર પહોંચી ગઈ છે.