Income Tax Saving Tips: ટેક્સ પ્લાનિંગનો મતલબ ફક્ત અલગ અલગ ડિડક્શનનો લાભ ઉઠાવવો જ નથી થતો. ટેક્સ પ્લાનિંગનો મતલબ એવો પણ છે કે કોઈ પણ પ્રકારે કેપિટલ ગેનને કઈ રીતે ટેક્સ ફ્રી કરી શકાય. અહીં આપને જણાવીશું કે ટેક્સ બચાવવા માટે 5 શાનદાર ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ જે આવશે તમને કામ, અને મળશે ડબલ ફાયદો...નાણાકીય વર્ષ 2022-23ને ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે. જો 31 માર્ચ સુધી ઈન્વેસ્ટમેન્ટ અને ટેક્સ સેવિંગને લઈને સ્માર્ટ પ્લાનિંગ નહીં કરવામાં આવે તો તમારે વધારે ટેક્સ ભરવો પડી શકે છે. ટેક્સ પ્લાનિંગનો મતલબ ફક્ત અલગ અલગ ડિડક્શનનો લાભ ઉઠાવવો જ નથી થતો. ટેક્સ પ્લાનિંગનો મતલબ એવો પણ છે કે કોઈ પણ પ્રકારે કેપિટલ ગેનને કઈ રીતે ટેક્સ ફ્રી કરી શકાય. આ ઉપરાંત ડિડક્શનની સાથે સૌથી વધારે લાભ ક્યાં મળી રહ્યો છે. આવો ટેક્સ બચાવવા માટે સ્માર્ટ મૂવ્સ વિશે જાણીએ  જે ઈન્વેસ્ટમેન્ટ માટે શાનદાર માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) ટેક્સ ડિડક્શન પુરો ક્લેમ કરો-
સેક્શન 80સી ટેક્સ બચાવવા માટે સૌથી પ્રચલિત સેક્શન છે. તેની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે અને તેમાં વિવિધ પ્રકારની કપાતનો સમાવેશ કરી શકાય છે. ઘણા કરદાતાઓ એ પણ જાણતા નથી કે આ કલમ હેઠળ કયા દાવાઓ આવરી શકાય છે. સેક્શન 80C પ્રોવિડન્ટ ફંડ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જીવન વીમા પ્રીમિયમ, હોમ લોન EMIમાં મુખ્ય રકમ, બાળકો માટેની ટ્યુશન ફી, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ સહિતના ખર્ચને શામેલ કરી શકાય છે. કરદાતા તરીકે સંપૂર્ણ 80C મર્યાદાનો ઉપયોગ કરો.


2) પેન્શન સ્કીમમાં રોકાણ-
જો તમે નોકરી કરો છો તો તમારે નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. NPSમાં રોકાણ કલમ 80CCD હેઠળ કપાતનો લાભ આપે છે. NPS સિવાય અટલ પેન્શન યોજનાને પણ આમાં સામેલ કરી શકાય છે. NPSની મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. આ સિવાય પેટા સેક્શન 1B એટલે કે 80CCD (1B) હેઠળ 50 હજારની વધારાની કપાતનો લાભ મેળવી શકાય છે. એકંદરે, પેન્શન ફંડમાં રોકાણ કરીને વ્યક્તિ 2 લાખ સુધીના મહત્તમ લાભો મેળવી શકે છે.


3) ટેક્સ સિસ્ટમમાં ડિડક્શનની સુવિધા-
જો તમારી નેટ ટેક્સેબલ ઈનકમ 5 લાખથી ઓછી છે તો આ પ્રકારના ટેક્સ નથી લાગતા. જો તે તેનાથી વધારે હોય છે તો ટેક્સ લગશે. જુના ટેક્સ સિસ્ટમમાં ડિડક્શનની સુવિધા આપવામાં આવી છે. આ રીતે 2.5 લાખ સુધી ઈનકમ ટેક્સ ફ્રી છે. 


4) ટેક્સ સ્લેબને ઘટાડવા પર ફોકસ-
2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકાના દરે ટેક્સ લાગે છે. 5-10 લાખની વચ્ચે 20 ટકા ટેક્સ લાગે છે. 10 લાખથી વધારે ટેક્સેબલ ઈનકમ હોવા પર 30 ટકા ટેક્સ લાગે છે. એવામાં મામુલી પ્લાનિંગની મદદથી હજારો રૂપિયા બચાવી શકાય છે. ગમે તે રીતે તમારા ટેક્સ સ્લેબને ઘટાડવા પર ફોકસ કરવો જોઈએ. 


5) રોકાણને રિડીમ કરો-
ફાઈનાન્શિયલ પ્લાનર્સ એક બીજી સલાહ આપે છે સમય સમય પર રોકાણને રિડીમ કરો અને જરૂરીના હિસાબથી ફરી આ ફંડને ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરો. તેનું એવું માનવું છે કે હંમેશા ઈમરજન્સી ફંડમાં કંઈકને કંઈક જમા કરવું જોઈએ. એવામાં ઈન્વેસ્ટમેન્ટ રિડીમ કરો અને ઈમરજન્સી ફંડમાં કંઈક જમા કરવું જોઈએ. એવામાં ઈન્વેસ્ટમેન્ટ રિડીમ કરો અને ઈમજન્સી ફંડમાં કંઈક જમા કરો. તમે જો કેપિટલ ગેન કર્યું છે તેને લાંબા સમયગાળા માટે રોકાણ કરો. લોન્ગ ટર્મ માટે રોકાણ કરવા પહેલા ગંભીરતાથી વિચાર કરો.  જો લાંબા સમયગાળા માટે રોકાણ કરો છો તો સમજી-વિચારીને રોકાણ કરો. આવનાર ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે. તેની દિશામાં પણ વિચાર કરો.