ITR Filing: આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. 31 જુલાઇ 2023 સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન વ્યક્તિગત રીતે ફાઇલ કરી શકાય છે. તે જ સમયે, આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે, ઘણી મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો ITR ફાઇલ કરી રહ્યા છો, તો કેટલીક ભૂલો વિશે જાણવું જરૂરી છે જેથી કરીને તેને સુધારી શકાય. આવકવેરા વિભાગે જણાવ્યું કે 26 જૂન, 2020 સુધી એક કરોડથી વધુ ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે પણ ઉપવાસ પ્રથમવાર કરી રહ્યા છો? બસ આટલું ધ્યાન રાખશો તો નહી પડો બિમાર
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર


ઇનકમ ટેક્સ રિટર્ન
ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ઇનકમ ટેક્સ વિભાગે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 1 કરોડનો આંકડો 12 દિવસ વહેલા પહોંચી ગયો છે. કરદાતાઓએ છેલ્લી ક્ષણ સુધી રાહ જોવી ન જોઈએ અને વહેલામાં વહેલી તકે તેમનું રિટર્ન ફાઈલ કરવું જોઈએ. જો કે કેટલીક સામાન્ય ભૂલો છે જે લોકો તેમના રિટર્ન ફાઇલ કરતી વખતે કરે છે. અહીં અમે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે ટાળવા માટેની કેટલીક ભૂલોની યાદી આપી છે. આવો જાણીએ તેમના વિશે...


રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ
નિયત તારીખ સુધીમાં તમારું ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ ન કરવું એ સામાન્ય ભૂલ છે, જે વ્યક્તિઓ માટે આકારણી વર્ષની 31મી જુલાઈ છે, જે સરકાર દ્વારા લંબાવવામાં ન આવે ત્યાં સુધી છેલ્લી તારીખ છે. જો કે, જો તમે નિયત તારીખ સુધીમાં તમારું ITR ફાઇલ કરવામાં નિષ્ફળ થશો, તો તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે.


Vastu Tips: સવારે ઉઠીને ક્યારેય જોશો નહી આ વસ્તુઓ, નહીંતર ગરીબી ઘર કરી જશે
Feng Shui Tips: ફેંગશુઈ હાથીના ફાયદા જાણશો, આજે જ ઘરે લાવશો, ધનના થશે ઢગલા


ITR નોન-ફાઈલિંગ
તમારું ITR બિલકુલ ફાઇલ ન કરવાથી વધુ ગંભીર પરિણામો આવી શકે છે. ITR ફાઈલ ન કરવા પર દંડ થઈ શકે છે. કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.


ખોટું આઇટીઆર ફોર્મ
ITR ફાઇલ કરતી વખતે સૌથી સામાન્ય ભૂલોમાંની એક ખોટા ITR ફોર્મનો ઉપયોગ છે. અલગ અલગ ITR ફોર્મ છે. એવામાં તમારે સાચા ITR ફોર્મ દ્વારા રિટર્ન ફાઇલ કરવું જોઈએ.


તમારું બેંક એકાઉન્ટ પૂર્વ-ચકાસવામાં નિષ્ફળતા
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે બેંક એકાઉન્ટની પૂર્વ-ચકાસણી કરવી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો ટેક્સપેયર કોઈપણ વધારાના કર ચૂકવવા બદલ ટેક્સ રિફંડની અપેક્ષા રાખતા હોય. જો આ કરવામાં નહીં આવે, તો આવકવેરા વિભાગ તમારા બાકી આવકવેરા રિફંડને ક્રેડિટ કરી શકશે નહીં.


કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!
વરસાદ બાદના ઉકળાટમાં ધડાધડ વેચાઇ રહ્યું છે 500 રૂપિયામાં આ AC, કિંમત ફક્ત 500થી શરૂ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube