Cash Deposit New Rule: જો તમે પણ બેંક અથવા પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલા મોટા ટ્રાંજેક્શન કરો છો તો આ સમાચાર વાંચી લો. આવતીકાલથી ઇનકમ ટેક્સ વિભાગ એક મોટા નિયમમાં ફેરફાર કરી રહ્યું છે. હવે નવા નિયમો અનુસાર જો કોઇ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં બેંક અથવા પોસ્ટ ઓફિસમાં 20 લાખ રૂપિયા અથવા તેનાથી વધુની કેશ જમા કરાવે છે તો તેને ફરજિયાત પાન અને આધાર કાર્ડ જમા કરાવવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ના અનુસાર હવે એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુના બેકિંગ ટ્રાંજેકશન માટે પાન અને આધાર કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. સીબીડીટીએ મે મહિનાની શરૂઆતમાં નોટિફિકેશ જાહેર કરી જણાવ્યું હતું કે એક વર્ષમાં 20 લાખ રૂપિયથી વધુની રકમ કરાવવા અથવા નિકાળવા માટે ગ્રાહકોને ફરજિયાત રૂપથી પોતાનો પાન અને આધાર નંબર રજૂ કરવો પડશે. ઇનકમ ટેક્સ રૂલ્સ 2022 અંતગર્ત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ જાહેર કરેલો નવો નિયમ 26 મે એટલે કે આવતીકાલથી લાગૂ થશે. 


પારદર્શિતા વધશે, ટેક્સ ચોરી ઘટશે
જાણકારોના અનુસાર આ નિયમથી ટેક્સ ચોરી રોકવામાં સફળતા મળશે. તેમણે કહ્યું કે લેણદેણને લઇને આ નિયમ ખૂબ પારદર્શિતા વધારશે. સાથે જ બેંકો, પોસ્ટ ઓફિસ અથવા કો-ઓપરેટિવ સોસાયટીને 20 લાખથી વધુ લેણદેણની જાણકારી આપશે. પડૅશે. આ ઉપરાંત હવે કોઇ બેંક અથવા પોસ્ટઓફિસમાં કરન્ટ એકાઉન્ટ અથવા કેશ ક્રેડિટ ખાતું ખોલાવવા માટે પણ ગ્રાહકોને પોતાના પાન અને આધારની જાણકારી આપવી પડશે. 


સીબીડીટીએ કહ્યું કે આ પગલું ફક્ત ટેક્સ ચોરી રોકવા માટે ભર્યું ભરવામાં આવ્યું છે. જો બેંકમાં ટ્રાંજેક્શન વખતે કોઇ વ્યક્તિ પાસે પાન કાર્ડ નથી તો તે આધારની બાયોમેટ્રિક ઓળખ આપી શકે છે. ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે મોટી લેણદેણમાં પાનની ડિટેલ આપવામાં આવતાં ટેક્સ ચોરી પર લગામ કસવી સરળ બની જશે અને તેનાથી સરકારના ખજાનામાં વધારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube