Income Tax Notice: બિહારમાં આવકવેરા વિભાગ સાથે જોડાયેલો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જી હા, બિહારના ગયા જિલ્લામાં દર મહિને 10,000 રૂપિયા કમાતા વ્યક્તિને 2 કરોડ રૂપિયાની આવકવેરા વિભાગની નોટિસ મળી છે. નોટિસ મળ્યા બાદ મજૂર અને તેનો પરિવાર ખૂબ જ ચિંતિત બન્યો હતો. ગયાના રહેવાસી રાજીવ કુમાર વર્મા મજૂરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. પરંતુ હવે તે આવકવેરા વિભાગની ભૂલથી પરેશાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવકવેરા વિભાગમાં ચક્કર લગાવવા માટે મજબૂર
ન્યૂઝ 18માં છપાયેલા એક અહેવાલ મુજબ રાજીવ કુમાર વર્મા છેલ્લા ચાર દિવસથી આવકવેરા વિભાગના ચક્કર ખાઈ રહ્યા છે. પરંતુ તેમની સમસ્યા ઓછી થવાનું નામ લઈ રહી નથી. રાજીવ વર્મા જણાવી રહ્યા છે કે આખી જિંદગી મજૂરી કામ કર્યા પછી પણ આટલી મોટી રકમ કમાઈ શકવાનો નથી. રાજીવ કુમારે વધુમાં જણાવ્યું કે મે 22 જાન્યુઆરી 2015ના રોજ કોર્પોરેશન બેંકની ગયા શાખામાં 2 લાખ રૂપિયાની એફડી કરી હતી. પરંતુ 16 ઓગસ્ટ, 2016ના રોજ સમય પૂરો થાય તે પહેલા મારે જરૂરિયાત ઉભી થતાં મે ઉપાડી લીધી હતી. આમ છતાં મારા ઘરે 2 કરોડ રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે.


બે દિવસમાં 67 લાખ રૂપિયા દંડ ભરવવાનો આદેશ
તેમણે વધુમાં જણાવ્યું  હતું કે જ્યારે આ મુદ્દે આવકવેરા વિભાગનો સંપર્ક કર્યો તો તેમને અપીલ કરવાની સલાહ આપવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે તે ટેકનિકલ સમસ્યા હોઈ શકે છે. જો તે ટેકનિકલ સમસ્યા હોય તો તેને અપીલ દ્વારા સુધારી શકાય છે. રાજીવને બે દિવસમાં 67 લાખ રૂપિયાનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. તે કહે છે કે મારી પાસે આવકવેરા સંબંધિત કોઈ માહિતી નથી. તેમણે એમ પણ કહ્યું કે દર મહિને 10,000 રૂપિયા કમાતા વ્યક્તિ રિટર્ન કેવી રીતે ફાઇલ કરી શકે?


આવકવેરા વિભાગ તરફથી નોટિસ મેળવવાનું કારણ

> ડેટામાં ખોટી માહિતીઃ બની શકે છે કે આવકવેરા વિભાગના ડેટાબેઝમાં કેટલીક ટેકનિકલ ભૂલને કારણે રાજીવ કુમાર વર્માના ખાતામાં ખોટા વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે. આ કારણોસર તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે.


> ખોટી ઓળખ: આવકવેરા વિભાગે કદાચ ખોટી રીતે રાજીવ કુમાર વર્માને અન્ય વ્યક્તિ સાથે જોડ્યા હશે જેની આવક ઘણી વધારે છે.


> સિસ્ટમની ભૂલઃ આવકવેરા વિભાગની સિસ્ટમમાં અમુક પ્રકારની ભૂલને કારણે આ નોટિસ ખોટી રીતે જનરેટ થઈ હશે. તેના સિવાય છેતરપિંડી અથવા અન્ય કોઈ તકનીકી સમસ્યા વગેરે જેવા અન્ય ઘણા કારણો હોઈ શકે છે.


શું છે વિકલ્પ?
જો આવી કોઈ વ્યક્તિને આવકવેરા વિભાગ તરફથી ખોટી રીતે નોટિસ મળે છે, તો તેણે આવકવેરા વિભાગને અપીલ કરવી જોઈએ. વિભાગે તમારી આવક અને બેંક ખાતા સંબંધિત માહિતી આપવી જોઈએ. આ સિવાય આવી વ્યક્તિએ પોતાનું બેંક સ્ટેટમેન્ટ, પાન કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા કરાવવા જોઈએ.