છેલ્લા કેટલાક વર્ષોમાં, આવકવેરા વિભાગ અને વિવિધ રોકાણ પ્લેટફોર્મ જેમ કે બેંક, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, બ્રોકર પ્લેટફોર્મ વગેરેએ સામાન્ય લોકો માટે રોકડ વ્યવહારના નિયમોને કડક બનાવ્યા છે. હવે આ રોકાણ અને ધિરાણ માટેની સંસ્થાઓને માત્ર એક ચોક્કસ મર્યાદા સુધી રોકડ વ્યવહારો કરવાની મંજૂરી આપે છે. જો તેનું ઉલ્લંઘન થાય છે, તો આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા એવા વ્યવહારો છે જેના પર આવકવેરા વિભાગ નજર રાખે છે. જો તમે બેંક, મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટ્રાર સાથે મોટા રોકડ વ્યવહારો કરો છો તો તમારે આવકવેરા વિભાગને જાણ કરવી પડશે.


બેંક ફિક્સ્ડ ડિપોઝિટ
બેંકની FDમાં રોકડ જમા રકમ 10 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ જાહેરાત કરી છે કે જો તમારી પાસે 10 લાખ કરતા વધુ ફિક્સ ડિપોઝિટ (FD) હોય તો તમારે જાણ કરવી પડશે. 


બચત ખાતાની રકમ
બેંક ખાતામાં રોકડ જમા કરાવવાની મર્યાદા 10 લાખ રૂપિયા છે. જો કોઈ બચત ખાતા ધારક નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયાથી વધુ જમા કરે છે, તો આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે. દરમિયાન, એક નાણાકીય વર્ષમાં રૂ. 10 લાખની મર્યાદાને વટાવતા બેંક ખાતામાં રોકડ જમા અને ઉપાડની માહિતી કર સત્તાવાળાઓને કરવી પડશે. અહીં કરંટ ખાતાની મર્યાદા 50 લાખ રૂપિયા રાખવામાં આવી છે.


કારનું ટાયર ફાટે એ દૈવીય ઘટના! કોર્ટે ફટકાર લગાવી, હવે વીમા કંપની 1.25 કરોડ ચૂકવશે


'શારીરિક ઈચ્છા વગર સગીરાની પીઠ અને માથા પર હાથ ફેરવવો એ મર્યાદાનું અપમાન નથી'


વિદાય ટાણે અચાનક વરરાજા કપડાં ફાડવા લાગ્યા, લોકોએ હાથમાં ચપ્પલ ....જાણીને સ્તબ્ધ થશો


ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી
સીબીડીટીના નિયમો મુજબ, ક્રેડિટ કાર્ડના બિલ સામે રૂપિયા 1 લાખ કે તેથી વધુની રોકડ ચુકવણીની જાણ આવકવેરા વિભાગને કરવી પડશે.  જો ક્રેડિટ કાર્ડ બિલ ભરવા માટે નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુની ચૂકવણી કરવામાં આવી હશે તો તેની પણ જાણ આવકવેરા વિભાગને કરવી પડશે. 


રિયલ એસ્ટેટનું વેચાણ અથવા ખરીદી
પ્રોપર્ટી રજિસ્ટ્રારને 30 લાખ કે તેથી વધુ કિંમતની સ્થાવર મિલકતના કોઈપણ રોકાણ અથવા વેચાણ અંગે ટેક્સ અધિકારીઓને જાણ કરવી પડશે. કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીની ખરીદી અથવા વેચાણમાં, કરદાતાઓને તેમના રોકડ વ્યવહારોની જાણ ફોર્મ 26ASમાં કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે રજિસ્ટ્રાર ઑફ પ્રોપર્ટી ચોક્કસપણે તેની જાણ આવકવેરા વિભાગને કરશે.


શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડમાં રોકાણ
મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બોન્ડ અથવા ડિબેન્ચરમાં રોકાણ કરનારા રોકાણકારોએ ખાતરી કરવી પડશે કે આ રોકાણોમાં તેમના રોકડ વ્યવહારો નાણાકીય વર્ષમાં રૂપિયા 10 લાખથી વધુ ન હોય.


આવકવેરા વિભાગે કરદાતાઓના ઉચ્ચ મૂલ્યના રોકડ વ્યવહારોને ટ્રેસ કરવા માટે નાણાકીય વ્યવહારોનું વાર્ષિક માહિતી વળતર (AIR) સ્ટેટમેન્ટ તૈયાર કર્યું છે. આ આધારે, કર સત્તાવાળાઓ ચોક્કસ નાણાકીય વર્ષમાં અસામાન્ય રીતે ઊંચા મૂલ્યના વ્યવહારોની વિગતો એકત્રિત કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube