ITR: ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા ટ્વીટર એટલેકે, એક્સ કરવામાં આવ્યો એક ખાસ મેસેજ. આ મેસેજમાં એક્સના માધ્યમથી કરોડો કરદાતાઓ સુધી પહોંચાડવામાં આવી મોટી વાત. આનાથી પણ મોટી વાત એ છેકે, 31 મે સુધી PAN ને આધાર સાથે લિંક કરવા IT ની અપીલ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે મંગળવારે કરદાતાઓને જણાવ્યું હતું કે તેઓ ઊંચા દરે કર કપાતથી બચવા માટે આગામી ૩૧ મે પહેલાં પોતાના પાન નંબરને આધાર સાથે લિન્ક કરાવી લે. આવકવેરા વિભાગના નિયમો અનુસાર, જો પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) બાયોમેટ્રિક આધાર સાથે લિન્ક નહીં હોય તો લાગુ પડતા દર કરતા બમણા દરે ટીડીએસ કપાત જરૂરી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગયા મહિને જ આવકવેરા વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પડાયો હતો જેમાં કહેવાયું હતું કે જો એસેસી પોતાના PANને ૩૧ મે સુધીમાં આધાર સાથે લિન્ક કરી લે તો શોર્ટ ડિડક્શન માટે કોઈપણ પ્રકારે એક્શન નહીં લેવામાં આવે. આવકવેરા વિભાગ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક પોસ્ટ કરીને જણાવાયું હતું કે, ઊંચા દરે કર કપાતથી બચવા માટે, જો તમે હજુ સુધી ન કર્યું હોય તો, કૃપા કરીને તમારા PANને ૩૧ મે, ૨૦૨૪ પહેલા આધાર સાથે લિન્ક કરો. 


એક અલગ પોસ્ટમાં આઇટી વિભાગે બેન્ક્સ, ફોરેક્સ ડીલર્સ સહિતના રિપોર્ટિંગ એકમોને પણ જણાવ્યું હતું કે તેઓ દંડથી બચવા માટે ૩૧ મે સુધીમાં એસએફટી ફાઇલ કરે. આઇટી વિભાગે જણાવ્યું હતું કે, એસએફટી (સ્ટેટમેન્ટ ઓફ સ્પેસિફાઇડ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન) માટેની ડેડલાઇન ૩૧ મે, ૨૦૨૪ છે. અને સમયસર સાચું ફાઇલિંગ કરીને દંડને ટાળો.