Income Tax Return: જાણો કેવી રીતે 2019-20 માટે બીલેટેડ ITR ફાઈલ કરશો, ચૂક્યા તો થશે 10 હજાર રૂપિયાનો દંડ
જો તમે બીલેટેડ ITR 31 માર્ચ 2021 સુધી ફાઈલ નહીં કરો તો તમારે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. 31 ડિસેમ્બર સુધી બીલેટેડ ITR નહીં ભરનારને 5000 રૂપિયા સુધીનો દંડ આપવો પડે છે, જે તમારે પણ આપવો પડશે.
નવી દિલ્લી: જો તમે નાણાંકીય વર્ષ 2019-20 કે અસેસમેન્ટ વર્ષ 2020-21નું ITR ફાઈલ કરવાનું ભૂલી ગયા છો તો હજુ તમારી પાસે બીલેટેડ ITR ભરવાની તક છે. જો તમે બીલેટેડ ITR પણ ફાઈલ નહીં કરો તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. બીલેટેડ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. આવો જાણીએ કેવી રીતે બીલેટેડ ITR ભરી શકાય.
ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલથી ભરો ITR:
બીલેટેડ ITR ભરવા માટે સૌથી પહેલા તમારે ઈન્કમટેક્સ વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ (incometaxindiaefiling.gov) પર જવું પડશે. તેના પર લોગીન કરો. જો તમારું એકાઉન્ટ ન હોય તો પહેલા તમારા PAN નંબરની મદદથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેના પછી તમારે ITR ફાઈલ કરવા માટેના વિકલ્પમાં જઈને અસેસમેન્ટ યર સહિત કેટલાંક વિકલ્પને પસંદ કરવો પડશે.
SMARTPHONES નો બિઝનેસ બંધ કરવા શા માટે મજબૂર થઈ LG કંપની? જાણો આ છે કારણ
Liability વધે તો ટેક્સ ચૂકવો:
આગામી પગલું prepare and submit onlineને પસંદ કરો. તેના પછી ITR ફોર્મમાં તમારી જરૂરી જાણકારીઓ, ટેક્સ વગેરેની વિગત ભરી દો. જો તમારી ટેક્સ Liability વધે છે તો ટેક્સ ચૂકવી દો. સાથે જ પોતાનો બેંક એકાઉન્ટ નંબર પણ પ્રી-વેલિડેટ કરી લો. જેથી જો તમારું ઈન્કમટેક્સ વિભાગ તરફથી કોઈ રિફંડ આવવાનું બાકી હોય તો તે આવી શકે.
Petrol નું ટેન્શન છોડો, હવે લઈ લો આ સ્કૂટર, જે 1 રૂપિયામાં ચાલે છે 5 કિલોમીટર
આ વખતે ચૂકી જશો તો શું થશે:
જો તમે આ વખતે ITR ભરવાનું ભૂલી ગયા તો તમારે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આમ પણ 31 ડિસેમ્બર સુધી ટેક્સ નહીં ભરે તો તેમને 5000 રૂપિયાનો દંડ લાગે છે. જે તમારે ચૂકવવો પડશે. જો સેક્શન 234બી અંતર્ગત કોઈ ટેક્સ ડ્યૂ છે તો તેના પર તમારે 1 ટકા પ્રતિ મહિનાના દરથી વ્યાજ પણ ચૂકવવું પડશે. જો તમારે ભારે ભરખમ દંડથી બચવું હોય તો 31 માર્ચ સુધી બીલેટેડ ITR ભરી દો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube