નવી દિલ્હી :  આજે નાણામંત્રી અરૂણ જેટલીએ જાહેર કરેલા બજેટમાં મધ્યમ વર્ગને ભારે નિરાશા જ હાથ લાગી છે. બજેટની જોગવાઈ પ્રમાણે આવકવેરાની મર્યાદા 2.5 લાખ રૂ. હશે જ્યારે ટેક્સ બચાવવાની સીમા 1.50 લાખ રૂ. હશે. જોકે ઇન્કમ ટેક્સ મામલે સરકારે મોટું એલાન કર્યું છે. ઇન્કમ ટેક્સ દેનારાઓની સંખ્યા છેલ્લા કેટલાક સમય સમયથી વધી છે. નોટબંધીથી લગભગ 1000 કરોડ રૂ.થી વધારે ટેક્સ આવ્યો્ છે. નોટબંધી પછી લગભગ 85.51 લાખ નવા ટેક્સપેયર જોડાયા છે. એક્સપર્ટની માનીએ તો મધ્યમ વર્ગ અને સર્વિસ ક્લાસને કોઈ રાહત ન આપીને પક્ષે મોટું રાજકીય જોખમ લીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડીલોને ખુશ
સરકારે ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ બદલાવ નથી કર્યો. તમામ પગારધારકોનું 40 હજાર રૂ. સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન થશે. આ સિવાય સિનિયર સિટીઝનોને જમા કરાવેલી રકમની વ્યાજની આવકમાં 50 હજાર રૂ. સુધીની છુટ મળશે. 


આ છે વર્તમાન ટેક્સ સ્લેપ


  • 0-2.5 લાખ રૂ. સુધી કોઈ ટેક્સ નહીં

  • 2.5-5 લાખ રૂ. સુધી 5% ટેક્સ 

  • 5-10 લાખ રૂ. સુધી 20% ટેક્સ 

  • 10 લાખ રૂ.થી વધારે પર 30% ટેક્સ સરચાર્જ 


કોર્પોરેટ ટેક્સમાં ભારે છૂટ
250 કરોડ ટર્નઓવર ધરાવતી કંપનીએ હવે ઓછો ટેક્સ દેવો પડશે. કોર્પોરેટ ટેક્સમાં કંપનીઓને ભારે છૂટછાટ આપવામાં આવી છે. નાણા મંત્રીએ એલાન કર્યું છે કે 250 કરોડ રૂ. સુધી ટર્નઓવર ધરાવતી કંપનીઓએ 25 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે. પહેલાં આ રાહત 50 કરોડ રૂ. સુધી ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે જ હતી. 


વધ્યું ટેક્સ કલેક્શન 
નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયમાં ઇન્કમ ટેક્સ કલેક્શન 90 હજાર કરોડ રૂ. વધ્યું છે. ડાયરેક્ટ ટેક્સમાં 12.6 ટકાનો વધારો થયો છે.