ઝી બ્યૂરો, અમદાવાદઃ કેટલાક લોકો રૂપિયાની બચત માટે ફિક્સ ડિપોઝિટને વધુ પસંદ કરે છે. ફિક્સ ડોપોઝિટ એક સારો વિકલ્પ એટલા માટે છે કારણ કે તેમા સારા રિટર્ની સાથે સાથે લોકોના રૂપિયા સુરક્ષિત પણ રહે છે. અન્ય નિવેશ વિકલ્પની તુલનામાં આ વધુ સુરક્ષિત નિવેશ વિકલ્પ છે. હાલાકી એફ.ડીમાં રોકાણ કરેલા રૂપિયાના વ્યાજ પર લોકોને એટલો જ ટેક્સ પણ ભરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ એફ.ડીમાં રોકાણ કર્યું છે. તો આપને આ રાશિ પર પણ ટેક્સ ભરવો પડશે. પરંતુ જો તમારી ઈન્કમ, ઈન્કમ ટેક્સ સ્લેબના હિસાબથી ઓછી છે તો આપને વ્યાજ પર ટેક્સ ભરવાની કોઈ જરૂર નથી. પરંતુ જો તમારી ઈન્કમ ઈન્કમ ટેક્સ સ્લેબ અંતર્ગત આવે છે તો આપે એફ.ડી પર મળનારા વ્યાજ પર 10 ટકા ટેક્સ ભરવો પડશે. 


પરંતુ જો આપ આપની એફડી પેન કાર્ડથી લિંક નથી આપને 20 ટકા સુધી ટેક્સ ભરવો પડશે. પેન કાર્ડ સિવાય આપ અન્ય કેટલાક વિકલ્પોથી પણ ટેક્સ બચાવી શકો છો. જો તમારી ઈન્કમ ઈન્કમ ટેક્સલેબ લિમિટથી ઓછી છે તો આપે સૌથી પહેલા બેન્કને જાણ કરવાની રહેશે. 


તે માટે આપને પહેલા 15G અને 15H ફોર્મ જમા કરવાનું રહેશે. આ બંને ફોર્મ સેલ્ફ ડિકલેરેશન ફોર્મ કહેવામાં આવે છે. આ ફોર્મના માધ્યમથી આપ જણાવી શકો છો કે આપની ઈન્કમ એટલી નથી કે આપ ઈન્કમ ટેક્સ ભરી શકો. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે તો આપે 15G ફોર્મ ભરવુ પડશે. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે તો આપે 15H ફોર્મ ભરવાનું રહેશે. 


કેટલી ઈન્કમ પર લાગે છે ટેક્સ:
1) જો કોઈ વ્યક્તિની ઉંમર 60 વર્ષથી ઓછી છે અને તેની ઈન્કમ વાર્ષિક 2.5 લાખથી ઓછી છે તો તે વ્યક્તિને ટેક્સ નહીં ભરવો પડે. 


2) એવી જ રીતે જો કોઈ વ્યક્તિની ઉંમર 60થી 80 વર્ષની વચ્ચે છે અને વાર્ષિક ઈન્કમ 3 લાખથી ઓછી છે, આપને ટેક્સ નહીં ભરવો પડે 


3) જો આપની ઉંમર 80 વર્ષથી વધુ છે અને આપની વાર્ષિક ઈન્કમ 5 લાખથી ઓછી છે તો આપને ટેક્સ નહીં ભરવો પડે. 


4) જો વ્યક્તિની ઉંમર 60 વર્ષથી ઓછી છે અને તેની વાર્ષિક ઈન્કમ 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તે વ્યક્તિને ટેક્સ નહીં ભરવો પડે. 60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછી ઉંમર વાળા લોકોને ટેક્સ છૂટની આ લિમિટ 3 લાખ રૂપિયા છે. 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયા પર ટેક્સ પર છૂટ મળે છે.