નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને મૂળ વેતનના 28 ટકાથી વધારીને 31 ટકા કરી દેવામાં આવ્યું છે, જે 1 જુલાઈ 2021થી લાગૂ થશે. આ જાણકારી નાણા મંત્રાલયે આપી છે. નાણામંત્રાલય હેઠળ આવતા વ્યય વિભાગના એક કાર્યાલયે યાદીમાં કહ્યું કે, મૂળ વેતનનો અર્થ 7માં પગાર પંચ અનુસાર પ્રાપ્ત પગાર છે અને તેમાં કોઈ અન્ય વિશેષ વેતન કે ભથ્થા સામેલ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્યય વિભાગે 25 ઓક્ટોબરે જાહેર કાર્યાલય યાદીમાં કહ્યું- કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 1 જુલાઈ, 2021થી મૂળ વેતનના હાલના 28 ટકાથી વધુને 31 ટકા કરવામાં આવશે. આ વધારો રક્ષા સેવાઓથી વેતન મેળવનાર અસૈન્ય કર્મચારીઓ પર પણ લાગૂ થશે, જ્યારે સશસ્ત્ર દળોના કર્મીઓ અને રેલવે કર્મચારીઓના સંબંધમાં રક્ષા અને રેલ મંત્રાલય અલગથી આદેશ જાહેર કરશે. 


આ પણ વાંચોઃ દેશના ખેડૂતોને આનંદો! કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ આપે છે 50% સબસિડી, ફટાફટ ઉઠાવો તેનો લાભ


પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો
કેન્દ્રીય મંત્રીમંડળે પાછલા સપ્તાહે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) ને હાલના 28 ટકામાં ત્રણ ટકાનો વધારો કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના આશરે 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે. આ વર્ષે જુલાઈમાં ડીએને 17 ટકાથી વધારી 28 ટકા કરવામાં આવ્યું હતું. હવે ત્રણ ટકાના વધારા સાથે ડીએનો દર 31 ટકા થઈ જશે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને કારણે સરકાર પર કુલ 9488.70 કરોડનો બોજ પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube