નવી દિલ્હીઃ ઈન્ડીઝીન આઈપીઓ (Indegene IPO)એક બુક બિલ્ટ ઈશ્યૂ છે જે સબ્સક્રિપ્શન માટે 6 મેએ ઓપન થશે. કંપનીનું લક્ષ્ય આઈપીઓ દ્વારા લગભગ 1841.76 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે. જો તમે પણ આ આઈપીઓમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો અમે તમને અહીં તમામ જરૂરી વાતો જણાવી રહ્યાં છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) Indegene Ltd વિશે
1998 માં સ્થાપિત Indegene લિમિટેડ લાઇફ સાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે સર્વિસ પ્રદાન કરે છે. તે ડ્રગ ડેવલોપમેન્ટ, ક્લિનિકલ ટ્રાયલ્સ, રેગુલેટરી સબમિશન્સ, ફાર્માકોવિજિલેન્સ, ફરિયાદ નિવારણ અને સેલ્સ/માર્કેટિંગમાં સહાયતા કરે છે. 


2. ઈન્ડસ્ટ્રી ઓવરવ્યૂ
લાઇફ સાયન્સ ઈન્ડસ્ટ્રીમાં મુખ્ય રૂપથી બાયોફાર્માસ્યુટિકલ કંપનીઓ અને મેડિકલ ડિવાઇસ કંપનીઓ સામેલ છે, જેનું સંયુક્ત વેચાણ 2023માં 138.3 ટ્રિલિયન રૂપિયા ($1.8 ટ્રિલિયન) હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું, જેમાં બાયોફાર્માસ્યુટિકલ કંપનીઓનું વેચાણ 69 ટકા કે 95.4 ટ્રિલિયન રૂપિયા ($1.2 ટ્રિલિયન) હતું. 


આ પણ વાંચોઃ ઓપ્શન ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરશો? બસ આ 10 પોઈન્ટ સમજી લો તો થશે ફાયદો


3) Indegene IPO સાઇઝ
આઈપીઓમાં 750 કરોડ રૂપિયા સુધીના ફ્રેશ ઈક્વિટી ઈશ્યૂ અને વર્તમાન ઈન્વેસ્ટરો દ્વારા 2.93 કરોડ ઈક્વિટી શેરનો ઓફર ફોર સેલ (OFS)સામેલ છે. OFS હેઠળ મનીષ ગુપ્તા, રાજેશ ભાસ્કરન નાયર, અનીતા નાયર, કાર્લાઇલ, બ્રાઇટન પાર્ક કેપિટલ, નાદાથુર ફેમેલી ઓફિસ સહિત અન્ય શેર વેચશે. આ ઈશ્યૂ દ્વારા કંપનીનું લક્ષ્ય 1841.76 કરોડ રૂપિયા ભેગા કરવાનું છે.


4) Indegene IPO પ્રાઇઝ બેન્ડ
કંપનીએ 430-452 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે અને ઈન્વેસ્ટર 1 લોટમાં 33 શેર માટે બોલી લગાવી શકે છે. રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 14916 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 


5) Indegene નું નાણાકીય પ્રદર્શન
ડિસેમ્બર 2023માં સમાપ્ત ક્વાર્ટર માટે કંપનીએ 241.90 કરોડ રૂપિયાનો પ્રોફિટ આફ્ટર ટેક્સ અને 1969.75 કરોડ રૂપિયાનું રેવેન્યૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2022-2023માં કંપનીએ 266.10 કરોડ રૂપિયાનો પ્રોફિટ અને 2364.10 કરોડ રૂપિયાનું રેવેન્યૂ કર્યું હતું. 


6) Indegene IPO જીએમપી
બજાર નિષ્ણાંતો પ્રમાણે અનલિસ્ટેડ માર્કેટમાં કંપનીનો વર્તમાન જીએમપી 240 રૂપિયા છે. 


આ પણ વાંચોઃ 5, 7 કે 10 વર્ષ...જેટલો પણ સમય તમે કરી હોય નોકરી, કંપની તમને કેટલી આપશે ગ્રેચ્યુઈટી?


7. ઈશ્યૂ સ્ટ્રક્ચર
કંપનીએ આઈપીઓ માટે રિલેટ ઈન્વેસ્ટરો માટે ઓફરના 35 ટકા, ક્યૂઆઈબી માટે 50 ટકા અને એનઆઈઆઈ માટે 15 ટકા નક્કી કર્યાં છે.


8. શું કરશે કંપની
આ નવા ઈશ્યૂના માધ્યમથી ભેગા કરેલા નાણાનો ઉપયોગ લોનની ચુકવણી કરવા, મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે, ઇનઓર્ગેનિક ગ્રોથ અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે. 


9. મહત્વપૂર્ણ તારીખ
આઈપીઓ 6 મેએ ઓપન થશે અને 8 મેએ બંધ થશે. ફાઈનલ અલોટમેન્ટ 9 મેએ સંભવિત છે. કંપનીના શેર 13 મેએ બીએસઈ અને એનએસઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.