તગડી કમાણી કરવી હોય તો પૈસા તૈયારી રાખજો કારણ કે વધુ એક કંપનીનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. આ કંપની છે ઈન્ડીજીન લિમિટેડ. કંપનીનો આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે 6 મેના રોજ ખુલશે અને તે 9મી મે 2024 સુધી ખુલ્લો રહેશે. ઈન્ડીજીન લિમિટેડનો આઈપીઓ હજુ ખુલ્યો પણ નથી પરંતુ ગ્રે માર્કેટમાં કંપનીના શેર ધમાલ મચાવી રહ્યા છે. ઈન્ડીજીન લિમિટેડના શેર ગ્રે માર્કેટમાં 35 ટકાથી વધુના પ્રીમીયમ પર ટ્રેડ કરી રહ્યા છે. એટલે કે કંપનીના શેર લિસ્ટિંગ પર સારો ફાયદો કરાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા જ દિવસે 600 રૂપિયા પર જઈ શકે છે શેર
ઈન્ડીજીન લિમિટેડના આઈપીઓની પ્રાઈસ બેન્ડ 430 થી 452 રૂપિયા છે. જ્યારે ગ્રે માર્કેટમાં કંપનીના શેર અત્યારથી 164 રૂપિયાના પ્રીમીયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. 452 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર ઈન્ડીજીન લિમિટેડના શેર 616 રૂપિયાની નજીક લિસ્ટ થઈ શકે છે. એટલે કે આઈપીઓમાં જે રોકાણકારોને ઈન્ડીજીન લિમિટેડના શેર એલોટ થશે, હાલના ગ્રે માર્કેટ પ્રીમીયમ પ્રમાણે લિસ્ટિંગવાળા દિવસે તેમને 37 ટકાનો ફાયદો થઈ શકે છે. ઈન્ડીજીન લિમિટેડના આઈપીઓમાં શેરોનું એલોટમેન્ટ 9મી મે 2024ના રોજ ફાઈનલ થશે. ઈન્ડીજીન લિમિટેડના શેર 13મી મે 2024ના રોજ બજારમાં લિસ્ટ થશે. 


ઓછામાં ઓછા 33 શેર માટે લગાવી શકાશે  બોલી
ઈન્ડીજીન લિમિટેડના આઈપીઓમાં રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકશે. આઈપીઓના એક લોટમાં 33 શેર છે અને રિટેલ ઈન્વેસ્ટર્સે ઓછામાં ઓછું 14916 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ઈન્ડીજીન લિમિટેડના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. ઈન્ડીજીન લિમિટેડ પોતાના કર્મચારીઓને આઈપીઓમાં 30 રૂપિયા પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઈન્ડીજીન લિમિટેડની શરૂઆત વર્ષ 1998માં થઈ હતી. કંપની લાઈફ સાયન્સિસ ઈન્ડસ્ટ્રીને ડિજિટલ સર્વિસીઝ ઉપલબ્ધ કરાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube