વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે ઈરાન પાસેથી ક્રૂ઼ડ ઓઇલને ખરીદવાની પાબંદી માંથી ભારત, ચીન, જાપાન, સહિત 8 દેશોના રાહત આપવામાં આવી છે. અમેરિકા પર ઈરાન દ્વારા લગાવમાં આવેલા પ્રતિબંધ બાદ તેમણે આ વાત કરી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું, કે ‘અમે પરિસ્થિતિઓને ધ્યાને રાખીને પર્યાપ્તમાત્રામાં ક્રૂ઼ડ ઓઇલની ખોટ પૂર્ણ કરવા માટે અમૂક દેશોને ઈરાન પાસેથી ક્રૂ઼ડ ઓઇલની આયાત કરવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા આ છૂટ ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, તથા તુર્કીને આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાએ મોટા ભાગના દેશો પર દંડ પણ નક્કી કર્યો 
સાથેજ કહ્યું કે ઈરાન પર દબાણ લાવવા માટે અમેરિકા દરેક સંભવ પ્રયાસ કરી છે. તેમણે કહ્યું કે આ દેશોએ પહેલા જ મહિનાથી ઈરાન પાસેથી ક્રૂ઼ડ ઓઇલની ખરીદી પહેલા કરતા ઓછી કરી દીધી છે. અમેરિકાએ ઈરાન સરકારના વ્યવહારમાં બદલાવ લાવવા માટે તેના પર આત્યાર સુધીનો કડક પ્રતિંબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધોમાં ઈરાનની બેંક અને ઉર્જા ક્ષેત્રને સામેલ કરવામાં આવ્યા હતા. ઈરાન પાસેથી ક્રૂ઼ડ ઓઇલની આયાત રોકનારા યૂરોપ, એશિયા, અને અન્ય દેશો પર દંડ પણ નક્કી કરવામાં આવી હતી. 


 


વધુ વાંચો...દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ


 


સંપૂર્ણ આયાત બંધ કરવાથી ભારે ઉથલ-પાથલ થવાનો ખતરો 
પોમ્પિયોએ કહ્યું કે આ 8માંથી બેએ પહેલાથી જ ઈરાન પાસેથી ક્રૂ઼ડ ઓઇલની આયાત શૂન્ય કરી દીધી છે. અને જ્યાં સુધી પ્રતિબંધ રહેશે તે લોકો દ્વારા આયાત શરૂ કરવામાં આવશે નહિ. તેમણે કહ્યું કે અમે તમામ દેશોની આયાત શૂન્ય સ્તર પર લાવવાની વાતચીત કરી રહ્યા છીએ.‘અમેરિકા આ પહેલા ઇચ્છતુ હતું કે, ભારત સહિત તમામ દેશો ઈરાન પાસેથી ક્રૂ઼ડ ઓઇલ આયાત કરવાનું બંધ કરી દે પરંતુ, જો આવું થયુ હોત તો, ક્રુ઼ડ ઓઇલ બજારમાં તેના ભાવમાં ભારે વધારો થઇ જવાની ભીતી હતી. આ વિચારીને અમૂક દેશોને તેમાંથી છૂટ આપવામાં આવી છે. કારણ કે તે ધીરે-ધીરે ઈરાન પાસેથી ક્રૂ઼ડ ઓઇલની ખરીદી કરવાનું બંધ કરી શકે. 


ભારત દુનિયામાં ક્રૂ઼ડ ઓઇલનું ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા દેશ છે. પોતાની કુલ જરૂરતનું 80 ટકા આયાત દ્વારા પૂરી કરે છે. ઇરાક અને સાઉદી અરબ બાદ ઈરાન ભારતનો ત્રીજો સૌથી મોટો પૂરવઠો પૂરો પાડનાર દેશ છે. 


(ઇનપુટ એજન્સીમાંથી)