ભારતમાં મળી રહ્યાં છે વિશ્વમાં સૌથી સસ્તા ડેટા પેક, Data Warથી યૂઝરને ફાયદો
ભારતમાં એક જીબી ડેટા માટે યૂઝરે 0.26 ડોલર (આશરે 18 રૂપિયા) ચુકવવા પડે છે. જ્યારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં તેની કિંમત લગભગ 130 રૂપિયા છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ નેટવર્ક કંપનીઓમાં ડેટા વોર ચાલી રહી છે. વધુથી વધુ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કંપનીઓ વચ્ચે મોટી સ્પર્ધા ચાલી રહી છે અને કંપનીઓ મોબાઇલ યૂઝરો માટે સસ્તાથી સસ્તો પ્લાન ઓફર કરી રહી છે. તેનો સીધો ફાયદો મોબાઇલ યૂઝરોને મળી રહ્યો છે.
Cable.co.uk એ પોતાના એક રિપોર્ટમાં સસ્તા મોબાઇલ ડેટા પ્લાનમાં ભારતને નંબર-1 રેન્ક આપ્યો છે. આ વેબસાઇટનું કહેવું છે કે, ભારતમાં ડેટા પ્લાન વિશ્વભરમાં સૌથી સસ્તાં છે. ભારતમાં એક જીબી ડેટા માટે યૂઝરે 0.26 ડોલર (આશરે 18 રૂપિયા) ચુકવવા પડે છે. જ્યારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં તેની કિંમત લગભગ 130 રૂપિયા છે. ડેટાની કિંમતના મામલામાં દક્ષિણ કોરિયા વિશ્વનો સૌથી મોંઘો દેશ છે. અહીં એક જીબી ડેટા માટે યૂઝરોએ 15.12 ડોલર એટલે કે લગભગ 1046 રૂપિયા ચુકવવા પડે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર 1 જીબી ડેટાની સરેરાશ કિંમત લગભગ 600 રૂપિયા છે.
આ કારણ છે કે અહીં ટેલીકોમ કંપનીઓ વચ્ચે ડેટા વોર ચાલી રહી છે. તમામ કંપનીઓ પોત-પોતાનું નેટવર્ક વધારવાને કારણે લોકોને સસ્તાં પ્લાનની ઓફર આપી રહી છે. અહીં ગમે ત્યારે ટેલીકોમ કંપનીઓ પોતાનો નવો પ્લાન જાહેર કીર દે છે.
આ ડેટા વોરમાં ખાનગી કંપનીઓ રિલાયન્સ જીયો, વોડાફોન, ભારતીય એરટેલ અને જાહેર ક્ષેત્રની બીએસએનએલ પોત-પોતાના યૂઝરોને મોટી મોટી ઓફર આપી રહી છે.