નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) ના એમડી ક્રિસ્ટલીના જ્યોર્જિયાએ ભારતની ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે અંધારામાં ભારત એક આશાના કિરણના રૂપમાં ઉભર્યું છે. આ મુશ્કેલ સમયમાં જે રીતે માળખાગત સુધારા દ્વારા ભારતે પોતાનો ગ્રોથ સંભાળી રાખ્યો છે, તે સરાહનીય છે. તો આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે ઓલિવર ગોરિંચેસે ડિજિટલીકરણની પ્રશંસા કરી અને કહ્યું કે આ પગલું ખુબ મોટું પરિવર્તન લાવવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે પહેલા ભારતની મોટી વસ્તી બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાયેલી નહોતી પરંતુ ડિજિટાઇઝેશનને કારણે લોકો બેન્કોથી જોડાયા છે. સરળતાથી ટ્રાન્ઝેક્શન કરે છે. આ વ્યવસ્થાથી ભારત સરકાર તેવા અનેક કામ સરળતાથી કરી રહી છે જે એક સમયમાં મુશ્કેલ હતા. તેમણે કહ્યું, ભારતનું આ પગલું પ્રશંસાપાત્ર છે અને બજારને ફેરફાર તરફ લઈ જવામાં તેની મોટી ભૂમિકા છે. 


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, વાહન ચાલકો થઈ જશે ખુશ


ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને તેમણે ચમત્કારની જેમ ગણાવ્યું અને કહ્યું કે આટલી મોટી વસ્તીમાં સરળતાથી લોકોને લાભ પહોંચાડવો ખુબ મોટું કામ છે. તેમણે કહ્યું કે ભારત એક ખુબ સારી તકનીકનો ઉપયોગ કરી રહ્યું છે અને તે આધુનિકીકરણ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube