GDP Data for 1st Quarter: બે વર્ષ કોરોના મહામારી બાદ ભારતીય અર્થવ્યવસ્થા પાટા પર પાછી ફરી રહી છે. નાણાકીય વર્ષ 2022-23 ના પહેલા ક્વાર્ટર એપ્રિલથી જૂન વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાએ 13.5 ટકાના દરથી વિકાસ કર્યો છે. જ્યારે 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં 20.1 ટકા જીડીપી રહ્યો હતો. તો ચોથા ક્વાર્ટર જાન્યુઆરીથી માર્ચ વચ્ચે દેશનો આર્થિક વિકાસ દર 4.1 ટકા રહ્યો હતો. વર્ષ 2021-22 ના લો બેઝ અને ઘરેલું માંગમાં તેજીના કારણે જીડીપી ગ્રોથ રેટ વધ્યો છે. સાથે જ આ ક્વાર્ટરમાં રોકાણ, વપરાશમાં વધારો જોવા મળ્યો છે. 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 13.5 ટકા રહ્યો છે પરંતુ તે આરબીઆઇના 16.2 ટકાના અનુમાનથી ઓછો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે. ગત બે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 નું પહેલું ક્વાર્ટર કોરોના મહામારીના કારણે લોકડાઉનથી પ્રભાવિત રહ્યું હતું. પરંતુ આ વખતે એવું નથી. જોકે, આ ક્વાર્ટરમાં પણ વૈશ્વિક કારણોના કારણે કોમોડિટીની કિંમતોમાં ભારે તેજી જોવા મળી હતી. તેમ છતાં આર્થિક વિકાસમાં ગતી જોવા મળી છે.


આ પણ વાંચો:- 520 km દોડશે આ ઇલેક્ટ્રિક કાર, માત્ર 90 મિનિટમાં ફૂલ ચાર્જ; જાણો ભારતમાં શું છે કિંમત


સેક્ટરોના હાલ
NSO તરફથી જાહેર કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ 4.8 ટકા રહ્યો છે. જ્યારે 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ 49 ટકા રહ્યો છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 2.2 ટકા રહ્યો છે. જ્યારે 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં 4.5 ટકા રહ્યો હતો. કન્સ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ રેટ 16.8 ટકા રહ્યો છે જ્યારે 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં 71.3 ટકા રહ્યો હતો. આ રીતે ટ્રેડ, હોટલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગ સાથે જોડાયેલી સેવાઓનો ગ્રોથ રેટ 25.7 ટકા રહ્યો છે જ્યારે 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં 34.3 ટકા રહ્યો હતો. નાણાકીય, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસના ગ્રોથ રેટ 9.2 ટકા રહ્યો છે જે ગત વર્ષના પહેલા ક્વાર્ટરમાં 2.3 ટકા રહ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube