India First Private Train flagged off: 'ભારત ગૌરવ' યોજના અંતગર્ત ઇન્ડીયાની પહેલી પ્રાઇવેટ ટ્રેન સેવાને કોયંબતૂરથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી છે. ભારતીય રેલવેએ આ ટ્રેનને પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડરને 2 વર્ષ માટે લીઝ પર આપી છે. આ ટ્રેન મહિનામાં ત્રણ વાર દોડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1500 મુસાફરો કરી શકશે મુસાફરી
દક્ષિણ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી બી ગુગનેસના અનુસાર આ ટ્રેન મંગળવારે કોયંબતૂર નોર્થથી સાંજે 6 વાગે રવાના થશે અને ગુરૂવારે સવારે 7: 25 મિનિટ પર શિરડી સાંઇ નગર પહોંચશે. તેમાં એકસથે 1,500 લોકો મુસાફરી કરી શકે છે. 



ટ્રેનમાં છે 20 કોચ
બી ગુગનેસને કહ્યું કે રેલવેએ આ ટ્રેનને એક સર્વિસ પ્રોવાઇડરને 2 વર્ષ માટે લીઝ પર આપી છે. સર્વિસ પ્રોવાઇડરે કોચની સીટોનું નવીનીકરણ કર્યું છે. દર મહિને ઓછામાં ઓછી ત્રણ યાત્રા કરવામાં આવશે. તેમાં પ્રથમ, દ્રિતિય અને તૃતિય શ્રેણીના એસી કોચ અને સ્લીપર કોચ સહિત કુલ 20 કોચ છે.  


આ સ્ટેશનો પર રોકાશે ટ્રેન
શિરડી પહોંચ્યા બાદ ટ્રેન એક દિવસનો બ્રેક લેશે. ત્યારબાદ ટ્રેન શુક્રવારે સાંઇ નગરથી પોતાની યાત્રા ફરીથી શરૂ કરશે અને શનિવારે બપોરે 12 વાગે કોયંબતૂર નોર્થ પહોંચશે. શિરડી પહોંચતાં પહેલાં ટ્રેન તિરૂપુર, ઇરોડ, સેલમ જોલારપેટ, બેંગલુરૂ યેલહંકા, ધર્માવરા, મંત્રાલયમ રોડ અને વાડીમાં રોકાશે. 


મળશે વીઆઇપી સુવિધા
તમને જણાવી દઇએ કે આ ટ્રેનની ટિકિટના દર ભારતીય રેલવે દ્રારા લેવામાં આવનાર નિયમિત ટ્રેનના બરાબર છે. આ સાથે જ તેમાં મુસાફરી કરનાર મુસાફરો માટે શિરડી સાંઇ બાબા મંદિરમાં દર્શન માટે વિશેષ વીઆઇપી સુવિધા મળશે. 


ટ્રેનની દેખરેખ હાઉસકિપિંગ સર્વિસ પ્રોવાઇડરો દ્રારા કરવામાં આવશે, જે સફર દરમિયાન સતત સાફ-સફાઇનું ધ્યાન રાખશે. ટ્રેનમાં પારંપારિક શાકાહારી ભોજન આપવામાં આવશે. ટ્રેનમાં રેલવે પોલીસ દળ સાથે એક ટ્રેન કેપ્ટન, એક ડોક્ટર અને ખાનગી સુરક્ષા કર્મી સવાર હશે.