5 રાજ્યોમાં ચૂંટણી પહેલા સરકાર માટે સારા સમાચાર, WEFમાં વાગ્યો ભારતનો ડંકો
વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કહેવું છે કે 2017ની સરખામણીએ ભારતનું સ્થાય અથવા રેન્કિંગ 5 અંકોનો સુધારો થયો છે.
નવી દિલ્હી: વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રતિસ્પર્ધી અર્થવ્યવસ્થાઓની તેમની 2018ની યાદીમાં ભારતને 58મું સ્થાન આપ્યું છે. યાદીમાં પહેલા સ્થાન એટલે સૌથી પ્રતિસ્પર્ધી અર્થવ્યવસ્થાની જગ્યાએ અમેરિકાને મળી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કહેવું છે કે 2017ની સરખામણીએ ભારતનું સ્થાય અથવા રેન્કિંગ 5 અંકોનો સુધારો થયો છે. આ યાદી એવા સમય પર આવી છે જ્યારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઇ દેશમાં રાજકિય માહોલ ગરમાયો છે. એવામાં આ સમાચાર મોદી સરકાર માચે સારા સમાચાર કહી શકાય છે. જી-20 દેશોની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ ભારતની સ્થિતિમાં સૌથી વધારે સુધારો થયો છે. મંચની તરફથી જાહેર 140 અર્થવ્યવસ્થાઓની યાદીમાં અમેરીકા બાદ બીજા સ્થાન પર સિંગાપુર અને ત્રીજા સ્થાન પર જર્મની છે.
વાંચવા માટે ક્લિક કરો: ચીનને ટક્કર આપશે Railway નો આ પ્લાન, 83 હજાર કરોડ થશે ખર્ચ
G-20 અર્થવ્યવસ્થાઓમાં ભારત સૌથી આગળ
વૈશ્વિક સ્પર્ધાત્મક રિપોર્ટમાં ભારત 62 નંબરની સાથે 58માં સ્થાન પર છે. વિશ્વ આર્થિક મંચનું કહેવું છે કે G-20 અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધારે લાભ ભારતને મળ્યો છે. ત્યારે યાદીમાં પડોસી દેશ ચીન 28માં સ્થાન પર છે. રિપોર્ટના અનુસાર, ઉપર અને નિમ્ન મધ્ય આવક વર્ગમાં સારુ પ્રદર્શન કરનાર ચીન અને ભારત જેવા દેશ ઉચ્ચ આવકવાળા અર્થવ્યવસ્થાઓની નજીક પહોંચી રહ્યા છે અને તેમનામાંથી કેટલાકને તો પાછળ પણ છોડી દીધા છે.
વાંચવા માટે ક્લિક કરો: દિવાળી પહેલા મળશે આ ભેટ: જીપીએફમાં પૈસા જમા કરાવવા પર મળશે વધુ પૈસા
બ્રિક્સ અર્થવ્યવસ્થાઓમાં ચીન સૌથી ઉપર
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અનુસંધાન અને વિકાસ જેવા ક્ષેત્રોમાં રોકાણના મામલે ચીન સરેરાશ ઉચ્ચ આવકવાળી અર્થવ્યવસ્થાઓમાં ઘણી આગળ છે. જ્યારે ભારત પણ તેમાં પાછળ નથી. ભારત વ્યાપારના ઓછી બનાવટ અને નાદારી માચે માત્ર પોતાની ઓછી ક્ષમતાવાળી નોકરશાહીના કારણે પાછળ છે. બ્રિક્સ અર્થવ્યવસ્થાઓમાં ચીન 72.6 આંકડાઓ સાથે સૌથી ઉપર 28માં સ્થાન પર છે. ત્યારબાદ રૂસ 65.5 આંકડાઓ સાથે 43માં, 62.0 આંકડાઓ સાથે ભારત 58માં, દક્ષિણ આફ્રિકા 60.8 આંકડા સાથે 67માં અને બ્રાઝીલ 59.5 આંકડા સાથે 72માં સ્થાન પર છે.
વાંચવા માટે ક્લિક કરો: Isuzuએ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી નવી એસયૂવી, જોન્ટી રોડ્સે કરી સવારી
શ્રીલંકાની પાસે સૌથી આધુનિક માળખાકીય સુવિધાઓ
જોકે, ભારત હાલમાં દક્ષિણ એશિયામાં મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા બનાવી રહ્યું છે. રિપોર્ટના અનુસાર, ભારત સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્ય ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં આગળ છે. આ ક્ષેત્રોમાં શ્રીલંકા ભારતની સરખામણીએ આગળ છે. ટાપુના દેશમાં સ્વસ્થ જીવનની અપેક્ષા 67.8 વર્ષ છે અને ત્યાના કારીગરોમાં શિક્ષણ પણ સારૂ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ બન્ને દેશો (ભારત અને શ્રીલંકા) એવા દેશો છે જે પોતાના અસરકારક માળખાકીય સિસ્ટમ પર આધાર રાખી શકો છે. ભારતે પરિવહન સંબંધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને સેવાઓમાં વધારે રોકાણ કર્યું છે જ્યારે શ્રીલંકાની પાસે સૌથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ હાજર છે.