PM મોદીને અર્થવ્યવસ્થાને આપ્યા ચાર મજબુત સુરક્ષા કવચ, 2013ની તુલનાએ સારી સ્થિતી
રાજકોષીય નુકસાન, ચાલુ ખાતુ, મોંઘવારી અને વ્યાજદરમાં ચાર એવા સુરક્ષા કવચ છે જે મોદી સરકારે ચાર વર્ષમાં અર્થવ્યવસ્થાને આપ્યા છે
નવી દિલ્હી : રૂપિયામાં ઝડપથી તઇ રહેલા ઘટાડા, તેલની વધતી કિંમતો અને ચાલુ ખાતામાં થઇ રહેલા વૃદ્ધિ, આ કેટલીક એવી વાતો છે જે અમે મનમોહનસિંહની યુપીએ સરકારની યાદ અપાવે છે. એવામાં ઘણા લોકો સવાલ કરી શકે છે કે આખરે મોદી સરકારમાં આર્થિક સ્થિતીમાં પરિવર્તન આવ્યું ? રાજકોષીય ગોટાળો, ચાલુ ખાતા, મોંઘવાર અને વ્યાજ દર આ ચાર એવા સુરક્ષા કવચ છે જે મોદી સરકારે ચાર વર્ષમાં અર્થવ્યવસ્થાને આપ્યા છે. તેમની મદદથી આજે દેશ કોઇ પણ આર્થિક જોખમનો મુકાબલો કરવા માટે વધારે સુરક્ષીત અને સક્ષમ છે.
આજે પરિસ્થિતી એટલી નિરાશાજનક નથી, બીજી તરફ આર્થિક જોખમોની દ્રષ્ટીએ આર્જેન્ટિના અને તુર્કીની તુલનાએ ભારત ઘણી સારી સ્થિતીમાં છે. જો કે જો તેલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર જાય છે, તો પરિસ્થિતી ઝડપથી બદલાશે અને દેશને મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરવો પડી શકે છે. જો કે આજની વાત કરીએ તો અમારી પાસે ચાર એવા સુરક્ષા કવચ છે, જેના કારણે પાંચ વર્ષ પહેલાની તુલનાએ અમે ઘણી મજબુત પરિસ્થિતીમાં છીએ.
1. રાજકોષીય નુકસાન
કેન્દ્રમાં મોદીના આવ્યા બાદ ભારતે રાજકોષીય નુકસાનને કાબુમાં રાખવા માટેની રણનીતિ અપનાવી. 2014થી 2018ની વચ્ચે રાજકોષીય નુકસાન ઘટીને જીડીપીની તુલનાએ સરેરાશ 3.9 ટકા રહ્યો. જ્યારે 2009થી 2013ની વચ્ચે આ નુકસાન 5.5 ટકા જેટલું હતું. સરકારી આવક- ખર્ચમાં અનુશાસનનું પરિણામ જ છે કે આજે ભારત આ સ્થિતીમાં છે કે જો તે ખર્ચ વધારે તો પણ તેની અર્થવ્યવસ્થા પર કોઇ ગંભીર અસર નહી પડે. તેમાં અર્થવ્યવસ્થાને સામે પડકારો આવશે, પરંતુ તેનુ સ્વરૂપ વિકરાળ નહી હોય. તેના પર કાબુ મેળવી શકાય છે.
2. ચાલુ ખાતા
ક્રુડઓઇલ અને સોનાની કિંમતમાં થયેલા ઘટાડાના કારણે 2013થી 2017ની વચ્ચે ચાલુ ખાતામાં સુધારો થયો. 2018માં ચાલુ ખાતાનું નુકાસન જીડીપીની તુલનાએ ઘણુ સારુ રહ્યું. અને તે 1.9 ટકા જેટલા નીચા સ્તર પર પહોંચી ગયું. જો કે હવે ક્રૂડની કિંમતોમાં એકવાર ફરીથી વધારો આવી રહ્યો છે, માટે સરકાર પર દબાણ છે. બ્લૂમબર્ગનાં સર્વેનું અનુમાન છે કે 2019માં ચાલુ ખાતાનું નુકસાન 2.5 ટકા થશે. ચાલુ ખાતું નુકસના વધવાનાં કારણે બાહ્ય જોખમ વધે છે, પરંતુ 2013ની વાત કરીએ, તો દેશની સ્થિતી ઘણી સારી છે. 2013માં ચાલુ ખાતાનું નુકસાન જીડીપી જીડીપીની તુલનાએ 4.8 ટકાના સ્તર સુધી પહોંચી ગઇ હતી.
ઇંસ્યીટ્યૂટ ઓફ ઇન્ટરનેસનલ ફાયનાન્સના ડેપ્યુટી ચીફ ઇકનોમિસ્ટ સરેગી લાનાઉએ કહ્યું કે, તેલની કિંમતો વધવાનું કારણ ભારત હજી પણ જોખમપુર્ણ બનેલું છે, પરંતુ આજે તેની બાહ્ય સ્થિતી 2013ની તુલનાએ ઘણી વધારે મજબુત છે.
3. મોંઘવારી
કિંમતોને કાબુમાં રાખવા માટે કેન્દ્રીય બેંક એકવાર ફરીથી કડક થઇ ગઇ છે. જો કે સૌથી સારી બાબત છે કે 2014થી 2018 વચ્ચે ગ્રાહકો મોંઘવારી સરેરાશ 5.7 ટકા રહી છે, જ્યારે 2009થી 2013ની વચ્ચે આ આંકડો 10.1 ટકાના સ્તર પર હતો. આ પ્રકારે મોંઘવારીના મોર્ચા પર સરકાર આજે ઘણી સારી સ્થિતીમાં છે.
4. વિદેશી મુદ્રા ભંડાર
2014થી 2018ની વચ્ચે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 120 અબજ ડોલરનો વધારો થયો છે. આ વર્ષે એપ્રીલમાં વિદેશી ભંડાર રેકોર્ડ 426 અબજ ડોલરના સ્તર પર પહોંચી ગઇ હતી. રિઝર્વ બેંકે 2013ની સંકટ બાદથી જ સતત ડોલર ખરીદવાની રણનીતિને અપનાવી. જો કે એપ્રીલ બાદથી જ રિઝર્વમાં 25 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે, જો કે તેમ છતા પણ પણ દેશ ઘણી સારી સ્થિતીમાં છે. ભારત 9 મહિનાની આયાતની જરૂરિયાતો પુરી કરી શકે તેવી સ્થિતીમાં છે.