નવી દિલ્હી: ઈઝ ઓફ ડૂઈંગ (ease of doing business) રેકિંગમાં ભારતની સ્થિતિ સતત સુધરી રહી છે. ભારતે આ મામલે એકવાર ફરી લાંબો કૂદકો માર્યો છે. વર્લ્ડ બેંકની 'ease of doing business' રેકિંગમાં ભારત 14 પોઇન્ટના સુધારા સાથે 63માં સ્થાન પર આવી ગયું છે. ગત વર્ષે ભારત 77માં રેકિંગ પર હતો. વર્ષ 2017-18ની લિસ્ટમાં ભારતનો 100મોં રેંક હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર (Modi Government)ની વ્યાપાર નિતીમાં સુધારાની અસર જોવા મળી રહી છે. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેકિંગનો અર્થ દેશમાં વ્યાપાર કરવામાં વ્યાપારીઓને સરળતા રહે છે. ભારતમાં વ્યાપાર કરવાનો માહોલ સતત સુધરવાથી આ રેકિંગમાં આપણે સતત આગળ વધી રહ્યા છીએ.


આ પણ વાંચો:- ચૂંટણી પરિણામ પહેલા ફરી સસ્તું થયું પેટ્રોલ ડીઝલ, આ રહ્યાં આજના ભાવ


વર્લ્ડ બેંક (World Bank) આ રેકિંગને જાહેર કરે છે અને આ રેકિંગમાં 190 દેશ સામેલ કરવામાં આવ્યા છે. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેકિંગમાં પહેલા સ્થાન પર ન્યૂઝીલેન્ડ, બીજા સ્થાન પર સિંગાપુર અને ત્રીજા સ્થાન પર હોંગકોંગ છે. જાપાનને આ ઇન્ડેક્સમાં 29મું અને ચીનને 31મું સ્થાન મળ્યું છે.


આ પણ વાંચો:- TikTokએ ડાઉનલોડની બાબતે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામને પણ પાછળ રાખી દીધી...!


તમને જણાવી દઇએ કે, વર્ષ 2014માં આ રેકિંગમાં ભારતનું સ્થાન 142મું હતું. કેન્દ્રમાં મોદી સરકાર (Modi Government) આવ્યા બાદ વ્યાપાર ક્ષેત્ર પર સતત ધ્યાન આપવામાં આવ્યું છે. કોઇ પણ બિઝનેસ શરૂ કરવા માટે કાયદાને સરળ બનાવવામાં આવ્યો છે. લોન સિસ્ટમમાં સુધારો લાવવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- આ કંપનીએ લોન્ચ કરી વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ, કિંમત જાણીને ચોંકી જશો


ભારતમાં પણ લુધિયાણા આગળ, કોલકાતા સૌથી પાછળ
ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેકિંગમાં દેશની સાથે સાથે દેશના અલગ અલગ સ્થળોનું પણ સર્વે કરવામાં આવે છે. ભારતમાં આ સર્વેમાં લુધિયાણા પહેલા સ્થાન પર છે. હૈદરાબાદ બીજા, ભુવનેશ્વર ત્રીજા, ગુરૂગ્રામ ચોથા અને અમદાવાદા પાંચમા સ્થાન પર છે. નવી દિલ્હીને તેમાં છઠ્ઠું સ્થાન મળ્યું છે અને કોલકાતા સૌથી નીચે 17માં સ્થાન પર છે.


આ પણ વાંચો:- બંધ પણ નહીં થાય કે, રોકાણ પણ નહીં કરાય, BSNL અને MTNL અંગે મોદી સરકારનો મોટો નિર્ણય


આ પ્રમાણે થયા છે રેકિંગ
ease of doing business રેકિંગ માટે વ્યાપાર કરવામાં સરળ નિતીઓના આધારે સર્વે કરવામાં આવે છે. કોઇપણ દેશમાં વ્યાપાર કરવો કેટલો સરળ છે કે મુશ્કેલ, તે વાત આ રેકિંગમાં જોવા મળે છે. વ્યાપાર કરવા માટે કંસ્ટ્રક્શન પરમિટ, રજિસ્ટ્રેશન, લોન અને ટેક્સ પેમેન્ટની સિસ્ટમ વગેરે પર ધ્યાન આપવામાં આવે છે.


જુઓ Live TV:- 


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...