2026માં જર્મનીને પાછળ છોડી ભારત બની શકે છે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ રિપોર્ટ
CEBRએ તે પણ કહ્યું કે, ભારતની જીડીપી 2026 સુધી 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. પરંતુ મોદી સરકારે આ લક્ષ્ય 2024 માટે નક્કી કર્યું છે, એટલે કે સરકાર 2 વર્ષ મોડી આ લક્ષ્યને હાસિલ કરી શકશે.
નવી દિલ્હીઃ આર્થિક મંદીના સમયમાં વિશ્વની મોટી અર્થવ્યવસ્થાને લઈને આવેલા એક રિપોર્ટમાં ભારતની સ્થિતિ સારી દેખાઈ રહી છે. બ્રિટેન બેસ્ડ સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR) તરફથી જારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત 2026માં જર્મનીને પછાડીને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. રિપોર્ટમાં તે પણ આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત 2034માં જાપાનથી આગળ નિકળી જશે અને અમેરિકા, ચીન બાદ ત્રીજા નંબર પર હશે.
CEBRએ તે પણ કહ્યું કે, ભારતની જીડીપી 2026 સુધી 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. પરંતુ મોદી સરકારે આ લક્ષ્ય 2024 માટે નક્કી કર્યું છે, એટલે કે સરકાર 2 વર્ષ મોડી આ લક્ષ્યને હાસિલ કરી શકશે.
વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલ 2020 શીર્ષક વાળા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, 'ભારતે 2019માં ફ્રાન્સ અને યૂકેને પછાડીને પાંચમાં સ્થાન પર કબજો કરી લીધો છે. તે 2026 સુધી જર્મનીને પછાડીને ચોથા અને જાપાનને 2034માં પછાડીને ત્રીજા સ્થાને પહોંચી શકે છે.
CEBRના રિપોર્ટ પ્રમાણે, આગામી 15 વર્ષ સુધી ત્રીજા સ્થાન માટે જાપાન, જર્મની અને ભારત વચ્ચે સ્પર્ધા થશે.'
2024 સુધી ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નક્કી લક્ષ્યનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, 'ભારત 2026 સુધી આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ તેમાં કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થા પર છવાયેલા કાળા વાદળોને કારણે લક્ષ્યના નિર્ધારણ પર સવાલ ઉઠી રહ્યાં છે. તેવું નથી કે ડેટામાં ફેરફારને કારણે ભારતે યૂકે અને ફ્રાન્સને પાછળ છોડ્યા, પરંતુ 2019માં ધીમી ગતિથી અર્થવ્યવસ્થામાં સુધાર માટે દબાવ વધી ગયો છે.'
CEBRના વરિષ્ઠ અર્થશાસ્ત્રી પાબલો શાહે કહ્યું કે, ભારત અને ઈન્ડોનેશિયા જેવા દેશોના ઝડપી વિકાસ છતાં અમેરિકા અને ચીનના દબદબા વાળા વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઓછી અસર થવી ધ્યાન આકર્ષિત કરે છે. ભારતને હાલના સમય સુધી વિશ્વની સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થાનું લેબલ પ્રાપ્ત હતું, પરંતુ 2019-20ના સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં વિકાસ દર 4.5 ટકા રહ્યો, જે 6 વર્ષમાં સૌથી ઓછો છે. તે માટે રોકાણ અને ઉપભોગમાં કમીને જવાબદાર ગણાવવામાં આવી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube