ભારતની દ્રષ્ટીએ આર્થિક મોરચા પર સારા સમાચાર આવ્યા છે. બ્રિટેનને પછાડી ભારત દુનિયાની 5 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ સાથે જ બ્રિટેન 6 સ્થાને પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, એક દાયકા પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 11 માં ક્રેમ હતું, જ્યારે બ્રિટન પાંચમાં નંબર પર હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી સરકાર માટે ઝટકો
આ બ્રિટનની નવી સરકાર માટે એક મોટો ઝટકો છે. તમને જણાવી દઈએ કે, બ્રિટનમાં કંઝરવેટિવ પાર્ટીના સંભ્ય બોરિસ જોનસનના ઉત્તરાધિકારીને પસંદ કરવામાં આવ્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે, નવી સરકાર માટે મોંઘવારી અને સુસ્ત ઇકોનોમી સૌથી મોટો પડકાર હશે.


આ પણ વાંચો:- ભારે ઘટાડા બાદ ફરી કિંમતમાં વધારો, જાણો આજના સોના-ચાંદીના કેટલે પહોંચ્યા ભાવ


ભારતનો જીડીપી આંકડો
આ સમાચાર એટલા માટે મહત્વની છે કેમ કે, હાલમાં ભારતે ચાલુ નાણાકિંય વર્ષના પહેલા ક્વોર્ટર માટે જીડીપીના સત્તાવાર આંકાડ જાહેર કર્યા છે. આંકડાઓથી જાણી શકાય છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરનારી અર્થવ્યવસ્થા છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વોર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 13.5 ટકા રહ્યો જે ગત એક વર્ષમાં સૌથી વધુ છે. ત્યારે વાર્ષિક ધોરણે પણ ભારતના જીડીપીમાં વધારો થવાની સંભાવના છે.


આ પણ વાંચો:- 'અનુપમા' માટે માથાનો દુ:ખાવો બની શકે છે આ, સમય જતાં ક્યાંક જગ્યા ના છીનવાઈ જાય


ચીન ક્યાંય નથી
ભારતના વિકાસ આગળ ચીન આસપાસ પણ નથી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ચીનનો વિકાસ દર 0.4 ટકા રહ્યો છે. તમામ અંદાજો જણાવે છે કે વાર્ષિક ધોરણે પણ ચીન ભારતની સરખામણીમાં પાછળ રહી શકે છે. આ સાથે જ જો બ્રિટનની વાત કરીએ તો આવનારા સમયમાં તેની સમસ્યાઓ વધી શકે છે. તાજેતરમાં, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું છે કે ભારતે આ વર્ષે વાર્ષિક ધોરણે ડોલરના સંદર્ભમાં બ્રિટનને પાછળ છોડી દીધું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube