India Post Alert: ઇન્ડીયા પોસ્ટે પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. ઇન્ડીયા પોસ્ટે જણાવ્યું કે ઘણા ફેક Urls અને વેબસાઇટ પર સાવધાનીથી ક્લિક કરો, કારણ કે ફ્રોડ લોકોને અલગ-અલગ સર્વે દ્રાર સબસિડી/પ્રાઇઝની લાલચ આપી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફેક લિંક્સ પર કરશો નહી ક્લિક
જોકે ઇન્ડીયા પોસ્ટ ગત ઘણા દિવસોથી નોટિસ કરી રહી છે કે ઘણા ફેક યુઆરએલ/વેબસાઇટ છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ- વોટ્સએપ, ટેલીગ્રામ, ઇંસ્ટાગ્રામ અને ઇમેલ/એસએમએસ દ્રારા લોકોને છેતરી રહ્યા છે. ફ્રોડ લોકોને નાના અને મોટા URLs માં સર્વે અને ક્વિઝ દ્રારા સરકારી સબસિડી આપવાનો દાવો કરે છે. એવામાં પોસ્ટ ઇન્ડીયાએ તેને લઇને એલર્ટ જાહેર કર્યું છે. 


પર્સનલ ડીટેલ્સ ક્યારે ન કરો શેર- India Post
પોસ્ટ ઓફિસે કહ્યું કે 'અમે તમને ભારતીય નાગરિકોને સૂચિત કરવા માંગીએ છીએ કે ઇન્ડીયા પોસ્ટ કોઇપણ પ્રકારની સબસિડી, બોનસ અને પ્રાઇઝ સર્વે દ્રારા પ્રદાન કરતી નથી. અમે પબ્લિકને રિક્વેસ્ટ કરીએ છીએ કે તે આ પ્રકારના કોઇપણ નોટિફિકેશન્સ, મેસેજ, ઇમેલ્સ પર વિશ્વાસ ન કરે, જે તમારી પર્સનલ ડીટેલ્સ શેર કરવાનું કહે છે. 


ઇન્ડીયા પોસ્ટે આગળ કહ્યું કે 'જો તમને આ સર્વે દરમિયાન કોઇપણ પ્રકારની પર્સનલ ડીટેલ્સ જેમ કે જન્મતારીખ, એકાઉન્ટ નંબર્સ, મોબાઇલ નંબર અને ડેટ ઓફ બર્થ/ ઓટીપી માંગવામાં આવે છે, તો શેર ન કરો. 


ઇન્ડીયા પોસ્ટ URLs/links/Websites પર સ્ટ્રિક્ટ એક્શન લેશે. એકવાર ફરી તમને રિકવેસ્ટ કરીએ  છીએ કે આવા ફેક મેસેજ અને લિંક્સ પર રિપ્લાય અને વિશ્વાસ ન કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube