નવી દિલ્હી: હાલમાં જો તમે રોકાણ કરવા માંગો છો તો તેના માટે ઘણા ઓપ્શન છે. આ તમારા પર નિર્ભર કરે છે કે તમે તમારા સેવિંગ્સ પર કેટલું જોખમ ઉઠાવવા માંગો છો. વધુ જોખમ ઉઠાવતાં વધુ રિટર્ન મળશે, ઓછા જોખમ માટે પણ ઘણા વિકલ્પ છે. તેનાથી ઇતર જો તમે પરંપરાગત રીતે સુરક્ષિત રોકાણ કરવા માંગો છો તો પણ વિકલ્પ છે. જ્યાં સારું રિટર્ન મળે છે. આ આર્ટિકલમાં રોકાણના કેટલાક વિકલ્પો વિશે જણાવવામાં આવી રહ્યું છે, જેમાં ખતરાનો કોઇ અવકાશ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. બેંક ફિકસ્ડ ડિપોઝિટ (FD)
જો તમારી એકસાથે પૈસા છે જેને તમે સુરક્ષિત રોકાણ કરવા માંગો છો તો FD સારો ઓપ્શન છે. બેંક 12 વર્ષમાં બમણું રિટર્ન આપશે. એસબીઆઇ અત્યારે 5 થી 10 વર્ષની FD પર 6 ટકા વ્યાજ આપે છે. આ વ્યાજદરથી રોકાણ માટે 1 લાખ રૂપિયા 12 વર્ષમાં બે લાખથી વધુ થઇ જશે.


2. પોસ્ટ ઓફિસમાં FD
પોસ્ટ ઓફિસમાં પૈસા જલદી ડબલ થઇ જાય છે. અહીં 10 વર્ષમાં પૈસા ડબલ થઇ જાય છે. પોસ્ટ ઓફિસમાં ટાઇપ ડિપોઝિટનો ઓપ્શન છે. પાંચ વર્ષ બાદ ઇંટરરેસ્ટ સાથે પુરા પૈસા ફરીથી પાંકહ વર્ષ માટે ફિકસ્ડ ડિપોઝિટ કરાવતાં કુલ 10 વર્ષોમાં ડબલ કરતાં વધુ રિટર્ન મળે છે. 


3. કિસાન વિકાસ પત્ર
પોસ્ટ ઓફિસમાં કિસાન વિકાસ પત્રમાં પૈસા 115 મહિના (9 વર્ષ અને 7 મહિનામાં ડબલ)માં પૈસા ડબલ થઇ જશે. પોસ્ટ ઓફિસ 1000, 5000, 10,000 અને 50,000 રૂપિયાના KVP ઇશ્યૂ કરે છે. તેમાં વધુમાં વધુ જમા કરવાની કોઇ સીમા નથી. જરૂર પડતાં અઢી વર્ષ બાદ તેમાં રોકાણને કાઢી પણ શકાય છે.