નવી દિલ્હીઃ Inequality in India: ભારતની 1 ટકા વસ્તીની પાસે દેશની 40 ટકાની સંપત્તિ ભેગી કરી લીધી છે. વર્ષ 2000 બાદથી દેશમાં ધનીકોની સંપત્તિ સતત વધી રહી છે. તેનાથી આર્થિક અસમાનતામાં પણ જોરદાર વધારો થયો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વર્ષ 2022-23 માં દેશની સૌથી ધનીક એક ટકા વસ્તીની આવકમાં ભાગીદારી વધી 22.6 ટકા અને સંપત્તિમાં 40.1 ટકા થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ઝડપથી વધી રહી છે અસમાનતા
બુધવારે જાહેર એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014-2015થી લઈને 2022-23 સુધી અબજોપતિઓની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. પૈસા એક વિશેષ સમૂહની પાસે ભેગા થવાને કારણે દેશમાં અસમાનતા પણ ઝડપથી વધી રહી છે. આ રિપોર્ટ થોમસ પિકેટી (પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ), લુકાસ ચાંસલ (હાર્વર્ડ કેનેડી સ્કૂલ) અને નિતિન કુમાર ભારતી (ન્યૂયોર્ક યુનિવર્સિટી) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2022-23 સુધી સૌથી ધનીક 1 ટકા લોકોની આવક અને હેલ્થમાં ઐતિહાસિક રૂપથી વધારો થયો છે. ભારતના સર્વોચ્ચ 1 ટકા લોકોની આવકમાં ભાગીદારી વિશ્વમાં સૌથી વધુ છે. આ આંકડો દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ અને અમેરિકાથી પણ ઉપર જતો રહ્યો છે.


આ પણ વાંચોઃ ગુજરાતમાં સેમીકંડક્ટર યુનિટ સ્થાપિત કરશે આ કંપની, શેર ખરીદવા લૂટ, કિંમતમાં તેજી


ઇનકમ ટેક્સ સિસ્ટમમાં આવવો જોઈએ ફેરફાર
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આ લોકોની સંપત્તિ પ્રમાણે જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે ભારતની આવકવેરા વ્યવસ્થા બરાબર નથી. ભારતના આર્થિક આંકડાની ગુણવત્તા પણ ખુબ ખરાબ છે. તાજેતરમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતે પોતાની આવકવેરા સિસ્ટમમાં ફેરફાર કરવો જોઈએ. સાથે સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણ પર રોકાણ વધારવું જોઈએ. રિપોર્ટમાં 167 ધનીક પરિવારો પર લગભગ 2 ટકા સુપર ટેક્સ લગાવવાની વકાલત પણ કરવામાં આવી છે. 


1991 બાદ ધનીકોની આવક વધવાની શરૂ
રિપોર્ટ અનુસાર 1922માં દેશના ટોપ 1 ટકા ધનીકોની આવકમાં ભાગીદારી 13 ટકા હતી. આ આંકડો 1982 સુધી ઘટીને 6.1 ટકા પર આવી ગયો હતો. તેની જવાબદાર તત્કાલીન સરકારોની સામાજિક નીતિઓને માનવામાં આવે છે. વર્ષ 1991માં આર્થિક ઉદારીકરણનો દોર શરૂ થયા બાદ આ આંકડો સતત વધી રહ્યો છે. વર્ષ 2022માં આ આંકડો પોતાના સર્વોચ્ચ 22.6 ટકાએ પહોંચ્યો હતો.