UAEના સત્તાધીશો PM મોદીને જોઈને કેમ તરત ભેટી પડે છે? જાણો શું છે સંબંધો પાછળનું સમીકરણ
પ્રધાનમંત્રી મોદી અત્યારે વિદેશના પ્રવાસે છે. પહેલા જર્મનીના પ્રવાસ પછી પ્રધાનમંત્રી યૂએઈ પહોંચ્યા. જ્યાં પીએમ મોદી અનેકવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. ત્યારે ભારત માટે યૂએઈ કેટલું જરૂરી છે?... આવો જાણીએ...
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીનો પ્રવાસ પૂર્ણ કરી યૂએઈ પહોંચ્યા. જ્યાં પ્રધાનમંત્રી મોદીએ યૂએઈના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર શ્રદ્ધાંજલિ આપી. ભારત અને યૂએઈ વચ્ચે પહેલાંથી સંબંધો ઘણા મજબૂત છે અને આર્થિક રીતે પણ યૂએઈ ભારત માટે ઘણું મહત્વનું છે. ત્યારે અમે તમને બતાવીશું કે ભારત અને યૂએઈ વચ્ચે કેવા સંબંધ છે અને કયા તથ્યો છે જે દર્શાવે છે કે યૂએઈ ભારત માટે કેટલું જરૂરી છે?
ભારત માટે કેટલું મહત્વનું છે યૂએઈ?
ભારત માટે યૂએઈ સહિત 7 ખાડી દેશ મહત્વના છે. આ દેશોમાં ઈરાક, કુવૈત, બહરીન, કતાર, યૂએઈ, ઓમાન, સઉદી અરબ વગેરે દેશો છે. આ ખાડી દેશોમાં યૂઈએનું મહત્વનું સ્થાન છે. યૂએઈની સાથે ભારતના ક્રૂડ ઓઈલથી લઈને ભારતમાં આવનારા વિદેશી ધન અને એક્સપોર્ટના મામલામાં ઘણા મહત્વના સંબંધો છે. ભારત માટે યૂએઈ એટલા માટે ખાસ છે. કેમ કે કહેવામાં આવે છેકે યૂએઈમાં દર ત્રીજો વ્યક્તિ ભારતીય છે અને આ જ કારણે યૂએઈની સાથે ભારત સારા સંબંધ રાખે છે. અને જરૂરી પણ છે.
1. તેલ બાબતે કેટલું જરૂરી છે યૂએઈ:
જો તેલના હિસાબની વાત કરીએ તો દેશનું 60 ટકા ક્રૂડ ઓઈલ ખાડી દેશોમાંથી આવે છે. તેમાં યૂએઈથી 9 ટકા તેલ આવે છે. જ્યારે ઈરાકમાંથી 22 અને સઉદી અરબથી 19 ટકા તેલ આવે છે.
2. વિદેશથી આવનારા પૈસામાં યૂએઈ આગળ:
જો વિદેશમાંથી આવનારા પૈસાની વાત કરીએ તો ભારતમાં વિદેશથી આવનારા લગભગ અડધા પૈસા 5 ખાડી દેશોમાં થઈને આવે છે. આ ખાડી દેશોમાંથી ભારતમાં 26.9 ટકા પૈસા યૂએઈથી આવે છે. તેના પછી 11.6 ટકા પૈસા સઉદી અરબ, 6.5 ટકા પૈસા કતર, 5.5 ટકા પૈસા કુવૈત અને 3 ટકા પૈસા ઓમાનથી આવે છે.
3. એક્સપોર્ટમાં યૂએઈ ઘણું આગળ:
વેપારની દ્રષ્ટિએ પણ ભારતના ખાડી દેશો સાથે સારા સંબંધ છે. યૂએઈમાં ભારતમાંથી એટલા સામાનની નિકાસ થાય છે કે તે ભારતનું ત્રીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. ભારતે યૂએઈમાં 28853.6 અમેરિકી ડોલરની નિકાસ કરી છે. જે ભારતની કેટલીક નિકાસના 9.2 ટકા છે. જ્યારે ભારતના એક્સપોર્ટમાં 9.2 ભાગીદારી યૂએઈથી છે. આ સિવાય ભારતે ઓમાનમાં 2261.8 અમેરિકી ડોલર, ઈરાકમાં 1878.2 અમેરિકી ડોલર અને કુવૈતમાં 1286.6 અમેરિકી ડોલરની નિકાસ કરી છે.
4. યૂએઈમાં ભારતના લોકો:
યૂએઈમાં ભારતના એટલા લોકો રહે છે કે યૂએઈમાં દર ત્રીજો વ્યક્તિ ભારતીય છે. યૂએઈમાં 34,25,144 ભારતીય નાગરિક રહે છે અને તે ત્યાંની વસ્તીના 34.60 ટકા જેટલા છે.