વોશિંગ્ટન: સારા રોકાણ તથા ખાનગી વપરાશના દમ પર ભારત આગામી સમયમાં પણ સૌથી ઝડપથી વૃદ્ધિ કરનાર મુખ્ય વૈશ્વિક અર્થવ્યવસ્થા બની રહેશે. વર્લ્ડ બેંકના અનુસાર આગામી ત્રણ વર્ષ સુધી ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.50 ટકા રહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડબેંકના આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે સીએસઓના આંકડા સામે આવ્યા બદ નરેંદ્ર મોદી સરકારને ટીકાનો સમાનો કરવો પડી રહ્યો છે. સીએસઓના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2018-19 ના ચોથા માસિકમાં દેશનો આર્થિક વિકાસ દર પાંચ વર્ષના ન્યૂનતમ સ્તર 5.80 ટકા પર આવી ગયો. આ ચીનની તુલનામાં ઓછો છે. 


સીએસઓએ પોતાના રિપોર્ટમાં કૃષિ તથા ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિનો દર સુસ્ત પડતાં આર્થિક ગતિવિધિઓમાં ઘટાડા માટે જવાબદાર ગણાવ્યો હતો. વર્લ્ડ બેંકે મંગળવારે જાહેર કરવામાં આવેલા પોતાના વૈશ્વિક આર્થિક પરિદ્વશ્યમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2018-19માં ભારતના 7.20 ટકા દરથી વૃદ્ધિનું અનુમાન છે.


બેંકે કહ્યું કે 2018માં ચીનનો આર્થિક વૃદ્ધિ દર 6.60 ટકા રહ્યો. આ દર ઘટીને 2019માં 6.20 ટકા, 2020 માં 6.10 ટકા અને 2021 માં 6 ટકા પર આવી જવાનું અનુમાન છે.


આ સાથે જ ભારત દુનિયાની સૌથી ઝડપથી વૃદ્ધિ કરનાર મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. વર્ષ 2021 સુધી ભારતનો આર્થિક વૃદ્ધિ દર ચીનની તુલનામાં દોઢ ટકા વધુ હશે. 


વર્લ્ડબેંકના અનુસાર 2019-20માં ભારતનો આર્થિક વિકાસ દર 7.50 ટકા રહેવાનું અનુમાન છે. વર્લ્ડબેંકે ગત પૂર્વાનુમાનમાં પણ 2019-20 માં વૃદ્ધિ દર 7.50 રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું કે ત્યારબાદ આગામી બે નાણાકીય વર્ષ સુધી વૃદ્ધિ દર આ ગતિ યથાવત રહેવાનો છે. 


તેણે કહ્યું કે ''ફૂગાવો રિઝર્વ બેંકના લક્ષ્યથી નીચો છે જેથી મોનેટરી પોલિસી સુગમ રહેશે. આ સાથે જ ઋણની વૃદ્ધિ દરથી મજબૂત થતાં અંગત ઉપયોગ તથા રોકાણને ફાયદો થશે.''