ફેસબુક બંધ થઇ જશે? આ છે સૌથી મોટું કારણ, માર્ક ઝુકરબર્ગ પણ પરેશાન
અમેરિકા, બ્રિટન તેમજ બીજા દેશની કંપનીઓ જેમ ભારતના ટોચના જાહેરખબર દાતાઓએ પણ ફેસબુકથી અંતર જાળવી લીધું છે
નવી દિલ્હી : ડેટા ચોરીના મામલામાં ફસાયેલી કંપની ફેસબુક હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. માર્ક ઝકરબર્ગના માફી માગ્યા પછી મુશ્કેલી ઓછી નથી થઈ રહી. હવે જે નવી સમસ્યા આવી છે જેનાથી ઝકરબર્ગની રાતની નિંદર હરામ થઈ ગઈ છે અને કદાચ ફેસબુક પર શટર પણ પડી શકે છે. હાલમાં અમેરિકા, બ્રિટન તેમજ બીજા દેશની કંપનીઓ જેમ ભારતના ટોચના જાહેરખબર દાતાઓએ પણ ફેસબુકથી અંતર જાળવી લીધું છે. એડવર્ટાઇઝિંગ કંપનીઓએ કેમ્બ્રિજ એનાલિટીકલ મામલામાં ફેસબુક પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે.
ફેસબુક વાપરનાર આજે જ હટાવો આ પાંચ બાબતો
હાલમાં જાહેરખબર આપતી કંપનીઓએ ફેસબુકને જાહેરાત આપવાનું બંધ કરી દીધું છે. આ કંપનીઓ ફેસબુક મામલે સમજીવિચારીને પુગલાં લઈ રહી છે. હકીકતમાં મેગી વિવાદ પછી નેસલેએ મેગીના કમબેક માટે ફેસબુકનો ભરપુર ઉપયોગ કર્યો હતો. હવે ડેટા ચોરી મામલે કંપની કહે છે કે અમે આ મામલે ચિંતિત છીએ કારણ કે ઓનલાઇન અને ઓફલાઇન બંને બિઝનેસ ગ્રાહકોના વિશ્વાસ પર આધારિત છે.
આઇટીસીએ પણ ફેસબુકના માધ્યમથી ફેક ન્યૂઝના પ્રસાર પર ચિંતા વ્યક્ત કરી. ઇકોનોમિક ટાઇમ્સમાં આવેલા સમાચાર પ્રમાણે આઇટીસીના ડિવીઝનલ ચીફ એક્ઝિક્યુટીવ હેમંત મલિકે કહ્યું કે ફેક પ્રોફાઇલ્સ વધવાને કારણે તેમજ ફેસબુકથી ફેક ન્યૂઝના પ્રસાર પર તરત ધ્યાન આપવાની જરૂર છે. નેસ્લે અને આઇટીસીની જેમ જ પેપ્સિકો ઇ્ન્ડિ્યાના સિનીયર વીપી (બેવરેજીસ) વિપુલ પ્રકાશે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર કન્ઝ્યુમર કોઈ પણ બ્રેન્ડને પ્રમાણિકતાના આધારે જ પસંદ કરે છે. હાલમાં વેબ બ્રાઉઝર બનાવતી મોઝિલાએ તેમજ જર્મન કંપની કોમર્ઝબેંકે પણ ફેસબુકને આપવાની જાહેરાત અટકાવી દીધી છે.
હાલમાં જે તબક્કામાંથી ફેસબુક પસાર થઈ રહ્યું છે એમાંથી ઓરકુટ પહેલાં પસાર થઈ ચૂક્યું છે. 2004માં સૌતી પહેલાં ગુગલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઓરકુટની શરૂઆત કરી હતી. ઓરકુટે સ્ક્રેપ મોકલવાથી માંડીને લોકોને એકબીજા સાથે ચેટ કરવાની તક આપી હતી. જોકે ફેસબુકના આગમનના પગલે ઓરકુટનો અંત આવી ગયો હતો. આ સમયે કંપનીઓએ ઓરકુટ પાસેથી જાહેરાત લઈને ફેસબુક અને ગુગલ+ને આપવાની શરૂ કરી દીધી હતી.